News of Sunday, 1st February 2026
રિટર્ન ફાઈલિંગ અને ડેડલાઇન: આઈટીઆર ભરવાની તારીખો જાહેર: ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ભરવું પડશે; રિવાઈઝ્ડ રિટર્ન માટે નિયમો હળવા થયા

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખો જાહેર થઈ ગઈ છે. હવે રિટર્ન સુધારવા માટે વધારે સુગમતા આપવામાં આવી છે. રીએસેસમેન્ટ બાદ પણ ટેક્સ ભરીને રિટર્ન અપડેટ કરી શકાશે.
બજેટમાં ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઈલ કરવાની તારીખો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સામાન્ય કરદાતાઓ માટે આઈટીઆર ૧ અને આઈટીઆર ૨ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ જ રાખવામાં આવી છે. જ્યારે નોન ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
કરદાતાઓ માટે રાહતની વાત એ છે કે હવે નજીવી ફી ભરીને રિટર્ન રિવાઈઝ કરી શકાશે એટલે કે તેમાં સુધારો કરી શકાશે. આ ઉપરાંત જો રીએસેસમેન્ટ થાય તો ત્યારબાદ પણ ૧૦ ટકા ટેક્સ ભરીને અપડેટ કરેલું રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
