News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬ ઇન્વેસ્ટમેન્ટ ગાઈડ: ડિફેન્સ અને એવિએશન: મેક ઈન ઈન્ડિયા શેરોમાં તેજી આવશે: એચએએલ અને બીઈએલ ખરીદવાની નિષ્ણાતોની સલાહ
ખાસ કરીને સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ પર ટેક્સ નાબૂદ થતા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બીઈએલ જેવી કંપનીઓને સીધો ફાયદો થશે

બજેટમાં એરક્રાફ્ટના પાર્ટ્સ પર ડ્યુટી માફ થતા અને ડિફેન્સ બજેટ પર ભાર મુકતા સરકારી કંપનીઓના શેર હોટ ફેવરિટ બન્યા છે. એચએએલ અને ભારત ઈલેક્ટ્રોનિક્સમાં રોકાણ ફાયદાકારક રહેશે.
શેરબજારના જાણકારોના મતે આ વખતનું બજેટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે બૂસ્ટર ડોઝ સમાન છે. ખાસ કરીને સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ પર ટેક્સ નાબૂદ થતા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બીઈએલ જેવી કંપનીઓને સીધો ફાયદો થશે. બજારના મોટા પંડિતો આ બંને શેરોને પોર્ટફોલિયોમાં ઉમેરવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ડિગો અને સ્પાઈસ જેટ જેવી એરલાઈન્સ કંપનીઓના માર્જિન પણ સુધરશે તેથી તેમાં પણ તેજી જોવા મળી શકે છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
