<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રેલવેના શેરો ફરીથી પાટા પર દોડશે: આઈઆરએફસી અને આરવીએનએલ મલ્ટીબેગર બની શકે છે

વંદે મેટ્રો અને સ્ટેશન રિડેવલપમેન્ટની જાહેરાતથી રેલવે શેરોમાં ફરી પ્રાણ ફૂંકાયા છે. લાંબા ગાળા માટે રેલવે પીએસયુ શેરો ખરીદવાની ભલામણ થઈ રહી છે.

નાણામંત્રીએ રેલવે માટે તિજોરીના દરવાજા ખોલી નાખ્યા છે. રાજકોટ સહિત દેશભરના સ્ટેશનોનો વિકાસ અને નવી લાઈનો માટે ફંડ ફાળવતા રેલવે સાથે સંકળાયેલી કંપનીઓ જેવી કે આઈઆરએફસી અને આરવીએનએલ તથા ઈરકોન ઈન્ટરનેશનલના શેરોમાં રોકાણ કરવાની તક છે. નિષ્ણાતો માને છે કે વંદે ભારત સ્લીપર અને મેટ્રોના કોચ બનાવતી કંપની ટીટાઘર રેલ સિસ્ટમ્સ પણ આગામી સમયમાં રોકાણકારોને સારું વળતર આપી શકે છે. ઘટાડે ખરીદી કરવાની આ ઉત્તમ તક છે.

(1:39 PM IST)