News of Sunday, 1st February 2026
શેરબજારમાં રિકવરી: સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટનો પ્રચંડ સુધારો: ૨૩૦૦ પોઈન્ટના કડાકા બાદ બજાર હવે ૧.૨૧ વાગ્યે માત્ર ૪૯૦ પોઈન્ટ માઈનસ; શેર બાયબેક પર ટેક્સની જાહેરાતથી રોકાણકારોમાં ચિંતા

બપોરે ૧ વાગીને ૨૧ મિનિટે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. જોકે, કંપનીઓ દ્વારા શેર બાયબેક કરવામાં આવે તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાદવાની દરખાસ્ત આવતા બજારમાં ફરી અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.
બજેટના દિવસે શેરબજારમાં આજે ભારે ડ્રામા જોવા મળી રહ્યો છે. સવારે ૨૩૦૦ પોઈન્ટ સુધી ખાબકેલો સેન્સેક્સ બપોરે ૧ વાગીને ૨૧ મિનિટે નીચલા સ્તરેથી ૧૮૦૦ પોઈન્ટ રિકવર થઈને હવે માત્ર ૪૯૦ પોઈન્ટ માઈનસ રહ્યો છે. જોકે, બજારમાં રિકવરીની આશા વચ્ચે નાણામંત્રીએ એક મોટો ઝટકો પણ આપ્યો છે. હવે જો કોઈ કંપની શેર બાયબેક કરશે તો તેની ઉપર કેપિટલ ગેઈન ટેક્સ લગાવવાની વાત બજેટમાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયને કારણે બજાર ફરીથી અનિશ્ચિત થઈ શકે છે અને તેજી પર બ્રેક લાગી શકે છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
