<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

આઈટી સેક્ટરનો દબદબો: સેન્સેક્સના ૩૦ માંથી માત્ર ૩ શેર ગ્રીન ઝોનમાં: આઈટી સેક્ટરને બજેટ ફળ્યું; ટીસીએસ અને ઈન્ફોસીસમાં તેજીની આગેવાની

આખું બજાર જ્યારે લાલચોળ છે ત્યારે માત્ર આઈટી સેક્ટરે મોરચો સંભાળ્યો છે. બજેટમાં આઈટી ક્ષેત્ર માટે થયેલી જાહેરાતોને પગલે દિગ્ગજ કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેક્સની ટોચની ૩૦ કંપનીઓમાંથી અત્યારે માત્ર ૩ શેર તેજીમાં છે અને આ ત્રણેય શેર આઈટી સેક્ટરના છે. બજેટમાં આઈટી સેક્ટરને મળેલા પ્રોત્સાહનોને પગલે ટીસીએસ ૧૦૦ રૂપિયા, ઈન્ફોસીસ ૩૦ રૂપિયા અને ટાટા એલેકસી ૪૦ રૂપિયા પ્લસમાં ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની અન્ય તમામ મોટી કંપનીઓના શેર અત્યારે માઈનસમાં ચાલી રહ્યા છે. આઈટી શેરોની મજબૂતીને કારણે જ બજાર મોટો ઘટાડો પચાવવામાં સફળ રહ્યું છે.

 

(1:43 PM IST)