<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬ ઝવેરી બજાર: સોના-ચાંદીના પ્રેમીઓ માટે ખુશખબર: સોનું અને ચાંદી થશે સસ્તા: ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવમાં કડાકો; દાગીના ખરીદનારાઓને મોટી રાહત

નાણામંત્રીએ કિંમતી ધાતુઓ પરની આયાત જકાત એટલે કે કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે, જેનાથી સામાન્ય જનતાને સસ્તા દાગીના ખરીદવાની તક મળશે.

રાજકોટના સોની બજાર સહિત દેશભરના ઝવેરી બજાર માટે બજેટમાં મોટા સમાચાર આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. 

અત્યાર સુધી સોના પરની ઊંચી ડ્યુટીને કારણે ભારતમાં ભાવ આસમાને હતા, પરંતુ હવે ટેક્સ ઘટતા સ્થાનિક બજારમાં સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવમાં અને ચાંદીના પ્રતિ કિલોના ભાવમાં મોટો ઘટાડો થશે. લગ્નસરાની સીઝન પહેલા આવેલી આ જાહેરાતથી મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ છે.

 

(1:45 PM IST)