<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

જ્વેલરી ઉદ્યોગ અને નિકાસ: રાજકોટના ઘરેણાં ઉદ્યોગને વેગ મળશે: રો મટીરીયલ સસ્તું થતા જ્વેલરી એક્સપોર્ટ વધશે; કારીગરોમાં હરખની હેલી

સોના-ચાંદીના કાચા માલ પર ટેક્સ ઘટવાથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તેજી આવશે. રાજકોટની જ્વેલરીની વિદેશમાં માંગ વધવાની શક્યતા છે.

સોના અને ચાંદી પરની ડ્યુટીમાં ઘટાડો માત્ર ગ્રાહકો માટે જ નહીં, પણ જ્વેલરી બનાવતા ઉદ્યોગ સાહસિકો માટે પણ વરદાન સાબિત થશે. રાજકોટમાં બનતા સોના-ચાંદીના દાગીનાઓનું હવે વિદેશમાં એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવી સરળ બનશે કારણ કે ઇનપુટ કોસ્ટમાં ઘટાડો થશે. જ્વેલરી નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ગેરકાયદેસર રીતે આવતા સોના પર પણ લગામ લાગશે અને પારદર્શક રીતે વેપાર વધશે. આના કારણે હજારો કારીગરોને રોજીરોટીના નવા અવસરો પ્રાપ્ત થશે.

(1:45 PM IST)