<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬ શેરબજાર અપડેટ: કોમોડિટી એક્સચેન્જના શેરમાં મોટું ગાબડું: ૧૦ ટકાનો કડાકો: ૨૭૫ રૂપિયા તૂટીને શેર ૨૨૫૨ની સપાટીએ પહોંચ્યો; રોકાણકારોમાં ફફડાટ

બજેટના દિવસે શેરબજારની વોલેટિલિટીમાં એમસીએક્સના શેરનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ગઈકાલના બંધ ભાવની સામે આજે શેરમાં ૧૦ ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે અને ભાવ ૨૨૫૨ રૂપિયા થઈ ગયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સના શેરમાં આજે બજેટ સત્ર દરમિયાન ભારે વેચવાલી જોવા મળી છે. ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળતી વિગતો મુજબ ગઈકાલે બજાર બંધ થયું ત્યારે એમસીએક્સના શેરનો ભાવ ૨૫૨૪ રૂપિયા હતો. આજે બજાર ખુલતાની સાથે જ અને બજેટની જાહેરાતો વચ્ચે આ શેરમાં મંદીનું તોફાન આવ્યું હતું. બપોરના સમયે શેરનો ભાવ ૨૭૫ રૂપિયા જેટલો તૂટી ગયો હતો. આ ઘટાડાને કારણે શેર અત્યારે ૨૨૫૨ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એક જ દિવસમાં ૧૦ ટકા જેટલું ધોવાણ થતા રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા છે. બજારના સાધનો મુજબ ટ્રાન્ઝેક્શન ટેક્સ અથવા ઓપ્શન ટ્રેડિંગના નિયમોમાં ફેરફારની ભીતિએ આ ઘટાડો આવ્યો હોઈ શકે છે.

 

(1:52 PM IST)