News of Sunday, 1st February 2026
સોના-ચાંદી પર અસર: ઝવેરી બજારમાં ભારે અનિશ્ચિતતા: એમસીએક્સ તૂટતા સોના-ચાંદીના ટ્રેડિંગમાં ગભરાટનો માહોલ

દેશના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જના શેર તૂટવાની સીધી અસર સોના-ચાંદીના વાયદા બજાર પર જોવા મળી છે. બુલિયન માર્કેટમાં અનિશ્ચિતતાભર્યું વલણ રહેતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.
એમસીએક્સના શેરમાં આવેલા ૧૦ ટકાના કડાકાની અસર સોના અને ચાંદીના બજાર પર પણ વર્તાઈ રહી છે. એમસીએક્સ એ ભારતનું સૌથી મોટું કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સચેન્જ છે જ્યાં સોના-ચાંદીના સોદા પડે છે. પ્લેટફોર્મના પોતાના શેરમાં જ મોટો ઘટાડો આવતા બુલિયન માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. સોના અને ચાંદીના ભાવમાં અત્યારે કોઈ સ્પષ્ટ દિશા જોવા મળતી નથી અને અનિશ્ચિતતાભર્યું વલણ જોવા મળી રહ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બુલિયન વેપારીઓ અને ઈન્વેસ્ટરો હાલ મોટા સોદા પાડતા અચકાઈ રહ્યા છે અને બજાર સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
