News of Sunday, 1st February 2026
આઈટી વર્સીસ બેન્કિંગ: આઈટી શેરો તારણહાર બન્યા જ્યારે બેન્ક શેરોએ બજારને ડુબાડ્યું: ટીસીએસ ટોપ ગેઈનર અને રિલાયન્સમાં વેચવાલી

રાજકોટ: આજના બજારમાં બે ભાગલા પડી ગયા હતા. આઈટી કંપનીઓના શેરમાં તેજી હતી જેના કારણે બજાર ટકી ગયું, જ્યારે બેન્કિંગ અને હેવીવેઈટ શેરોમાં ધોવાણ થયું હતું.
બજાર બંધ થયું ત્યારે સેક્ટર સ્પેસિફિક ચિત્ર એકદમ સ્પષ્ટ હતું. આઈટી સેક્ટર આજે હીરો સાબિત થયું છે. ટીસીએસ, ઈન્ફોસીસ અને ટેક મહિન્દ્રા જેવા શેરો ૨ (બે) થી ૪ (ચાર) ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. બજેટમાં ડિજિટાઈઝેશન પર ભાર મુકવામાં આવતા આ શેરોમાં ખરીદી નીકળી હતી.
બીજી તરફ માર્કેટ લીડર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવા દિગ્ગજ શેરો રેડ ઝોનમાં બંધ થયા છે. બેન્ક નિફ્ટીમાં છેલ્લે સુધી દબાણ જોવા મળ્યું હતું જેણે બજારને ઉપર આવતા અટકાવ્યું હતું.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
