<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બાયબેક ટેક્સ અને એમસીએક્સ: શેર બાયબેક પર ટેક્સના ડરે સેન્ટીમેન્ટ બગડ્યું: એમસીએક્સના શેરમાં ૧૨ ટકાનું જંગી ગાબડું

રાજકોટ: કંપનીઓ શેર પાછા ખરીદે તેના પર ટેક્સ લાગવાની જાહેરાતને બજારે નકારાત્મક રીતે લીધી છે. આ ઉપરાંત કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સના શેરની ધોલાઈ થઈ ગઈ છે.

બજાર રિકવર થઈ રહ્યું હતું ત્યારે જ બજેટના દસ્તાવેજોમાં ઝીણવટભરી તપાસ કરતા એક નેગેટિવ સમાચાર મળ્યા હતા. હવેથી કંપનીઓ શેર બાયબેક કરે તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા છેલ્લી કલાકોમાં ફરી વેચવાલી આવી હતી. 

બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સનો શેર દિવસના અંતે ૧૨ (બાર) ટકા તૂટીને ૨૨૦૦ (બાવીસસો) ની આસપાસ બંધ રહ્યો છે. સોના-ચાંદીના ટ્રેડિંગ વોલ્યુમ પર અસર થવાની ભીતિએ આ શેરમાં મોટું ગાબડું પડ્યું છે.

(1:57 PM IST)