News of Sunday, 1st February 2026
ઈરાન અને યુરોપ વચ્ચે આરપારની જંગ! EU ના નિર્ણય સામે ઈરાનનો વળતો પ્રહાર: યુરોપિયન સેનાઓને 'આતંકવાદી' જાહેર કરી!
ખતરનાક વળાંક પર પશ્ચિમ એશિયાનો વિવાદ! ઈરાને લીધો અત્યાર સુધીનો સૌથી મોટો આક્રમક નિર્ણય, યુરોપની મિલિટરી હવે ઈરાનની નજરમાં આતંકવાદી સંગઠન

નવી દિલ્હી : ઈરાન અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત ખરાબ તબક્કામાં પહોંચી ગયા છે. યુરોપિયન યુનિયન દ્વારા ઈરાનની શક્તિશાળી સેના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) પર પ્રતિબંધ અને કાર્યવાહી કરવાની તૈયારીઓ બતાવતા જ ઈરાન રણચંડી બન્યું છે.
ઈરાનના સંસદ સ્પીકરે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવેથી ઈરાન યુરોપિયન યુનિયનના તમામ લશ્કરી દળોને 'આતંકવાદી જૂથ' તરીકે ગણશે. ઈરાનનો આ નિર્ણય યુરોપિયન સંસદના એ પ્રસ્તાવ બાદ આવ્યો છે જેમાં IRGC ને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ નિર્ણયને કારણે મધ્ય પૂર્વમાં સુરક્ષાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે હવે ઈરાન આ ક્ષેત્રમાં તૈનાત યુરોપિયન સેનાઓને દુશ્મન આતંકવાદી તરીકે જોશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા સંઘર્ષની એંધાણી સમાન છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
