News of Sunday, 1st February 2026
વિદ્યાર્થીઓને પણ ફાયદો: વિદેશ ભણવા જતા સ્ટુડન્ટ્સના વાલીઓને પણ મોટી રાહત મળશે
હવે ટીસીએસનો દર ૨ ટકા થઈ જતા વિદેશ ભણતા સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓને પણ રોકડ રકમની છૂટ રહેશે અને બિનજરૂરી આર્થિક બોજ ઘટશે

વિદેશ પ્રવાસ ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે તેમના ખર્ચ પર પણ આ ટીસીએસ લાગુ પડતો હોય છે. વાલીઓ જ્યારે ફી અને રહેવાનો ખર્ચ મોકલતા હતા ત્યારે ઊંચા ટીસીએસને કારણે તેમની મોટી મૂડી સલવાઈ જતી હતી. હવે ટીસીએસનો દર ૨ ટકા થઈ જતા વિદેશ ભણતા સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓને પણ રોકડ રકમની છૂટ રહેશે અને બિનજરૂરી આર્થિક બોજ ઘટશે.
રાજકોટ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ પ્રવાસ અને અભ્યાસ માટે જતા હોવાથી આ નિર્ણયને ખૂબ આવકાર મળી રહ્યો છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
