<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ 2026: જામનગર બનશે 'ગ્લોબલ આયુર્વેદ હબ', ગુજરાતના પ્રવાસન અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ફાળવાયું જંગી ફંડ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સ: પરિવહનને વેગ આપવા 7 હાઈસ્પીડ રેલ કોરિડર જાહેર કરાયા છે. જોકે ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે.

જામનગર : જામનગરને આયુષ પાર્કની મોટી ભેટ: કેન્દ્રીય બજેટમાં જામનગર માટે ખાસ 'આયુષ પાર્ક'ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જામનગરને આયુર્વેદિક ચિકિત્સા અને સંશોધનમાં વિશ્વના નકશા પર ટોચનું સ્થાન અપાવશે.
> 
> ઐતિહાસિક વારસાનો વૈશ્વિક વિકાસ: કચ્છના ધોળાવીરા અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો સહિત દેશના 15 પ્રવાસન ધામોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા માટે વિશેષ પેકેજની જોગવાઈ કરવામાં આવી છે.
> 
> મધ્યમ વર્ગને આરોગ્યમાં રાહત: કેન્સર અને ડાયાબિટીસ જેવા 7 ગંભીર રોગોની દવાઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે, જે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
> 
> મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા: રાજ્યમાં શિક્ષણ અને નોકરી અર્થે આવતી મહિલાઓ માટે વિશેષ હોસ્ટેલ નેટવર્ક ઊભું કરવામાં આવશે, જેથી દીકરીઓને રહેવા-જમવાની સુરક્ષિત વ્યવસ્થા મળે.
> 
> ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સ: પરિવહનને વેગ આપવા 7 હાઈસ્પીડ રેલ કોરિડર જાહેર કરાયા છે. જોકે ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે.

 

(2:39 PM IST)