હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

તેહરાન/વોશિંગ્ટન: મધ્ય-પૂર્વ (Middle East) અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. યુરોપિયન યુનિયન દ્વારા ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ને આતંકવાદી સંગઠન જાહેર કરવાની હિલચાલના જવાબમાં, ઈરાને વળતો પ્રહાર કરતા તમામ યુરોપિયન દેશોની સેનાઓને 'આતંકવાદી' જાહેર કરી દીધી છે. ઈરાનનું આ પગલું ભલે પ્રતિકાત્મક લાગતું હોય, પરંતુ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે આ એક ભયાનક લશ્કરી ટકરાવની પૂર્વભૂમિકા હોવાનું મનાય છે. ખાસ કરીને જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સીધા સૈન્ય સંઘર્ષના મૂડમાં છે, ત્યારે ઈરાને તેની 'મિસાઈલ શક્તિ' બતાવવાનું શરૂ કરી દીધું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, ઈરાને રવિવાર અને સોમવાર દરમિયાન વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ જલદમરૂમધ્ય' (Strait of Hormuz) માં મોટા પાયે લશ્કરી અભ્યાસ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વના તેલ વેપારનો પાંચમો ભાગ આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન અહીં કોઈ પણ પ્રકારની અવરોધ ઉભો કરે, તો વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે અને વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે. ઈરાની નૌકાદળ અને IRGC આ વિસ્તારમાં પોતાની તાકાત બતાવીને અમેરિકા અને યુરોપને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે.
IRGC એ માત્ર લશ્કરી સંગઠન નથી, પરંતુ ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામનું સંચાલન કરે છે અને દેશના અર્થતંત્ર પર તેની મજબૂત પકડ છે. આ સંગઠન સીધું જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને રિપોર્ટ કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની આકરી આર્થિક પાબંદીઓ અને હવે યુરોપ સાથેનો આ સીધો સંઘર્ષ સાબિત કરે છે કે આગામી દિવસોમાં પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવી મુશ્કેલ છે. જો હોર્મુઝની ખાડીમાં એક પણ મિસાઈલ લપસી, તો તે તણખામાંથી ભભૂકેલી આગ આખી દુનિયાને લપેટમાં લઈ શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM