<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

કાપડ ઉદ્યોગમાં ભારતની 'સર્જિકલ સ્ટ્રાઈક': બાંગ્લાદેશના એકાધિકારને તોડવા પીએમ મોદીનો માસ્ટરપ્લાન, બજેટમાં મોટી જાહેરાતો!

યુનુસ સરકારના બદલાયેલા તેવર વચ્ચે ભારતનો વળતો પ્રહાર: યુરોપિયન માર્કેટ પર કબજો કરવા રચાશે નવો વ્યૂહ; રેશમ, ઊન અને સ્પોર્ટ્સ ગુડ્સમાં ભારત બનશે ગ્લોબલ હબ, લાખો નવી નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હી/ઢાકા: વૈશ્વિક કાપડ બજાર (Textile Market) માં અત્યાર સુધી બાંગ્લાદેશ જે શૂન્ય ડ્યુટીના ફાયદાથી રમી રહ્યું હતું, તેના પર ભારતે બજેટ ૨૦૨૬-૨૭ દ્વારા આકરો પ્રહાર કર્યો છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ભારત વિરોધી વલણ વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતના કાપડ ઉદ્યોગની કમર મજબૂત કરવા માટે પાંચ ક્રાંતિકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ બજેટ માત્ર આંકડા નથી, પરંતુ બાંગ્લાદેશના $૫૨.૯ બિલિયનના સામ્રાજ્ય સામે ભારતની સીધી આર્થિક લડાઈનું એલાન છે.

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અત્યાર સુધી બાંગ્લાદેશ 'અલ્પ વિકસિત દેશ' હોવાના નાતે યુરોપમાં જે લાભ મેળવતું હતું, તેને હવે ભારત 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) દ્વારા ટક્કર આપશે. ભારત યુરોપમાં પોતાની કાપડ નિકાસને $૭ બિલિયનથી વધારીને $૪૦ બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે. આ વ્યૂહાત્મક ફેરફારથી ભારતમાં ૬૦ થી ૭૦ લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. ખાસ કરીને 'રાષ્ટ્રીય ફાઇબર યોજના' અને 'સમર્થ ૨.૦' જેવી પહેલ દ્વારા ભારતીય વણકરો અને ગ્રામીણ યુવાનોને વૈશ્વિક કક્ષાની તાલીમ અને ટેકનોલોજી પૂરી પાડવામાં આવશે.

આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારત હવે માત્ર કપડાં જ નહીં, પણ ઉચ્ચ-ગુણવત્તાવાળા રમતગમતના સાધનો (Sports Goods) માટે પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે. મટીરીયલ સાયન્સ અને ડિઝાઇન પર વિશેષ ભાર મૂકીને ભારત ચીન અને બાંગ્લાદેશ જેવા હરીફોને માત આપવા તૈયાર છે. 'ટેક્સ-ઇકો' પહેલ અને 'એક જિલ્લો-એક ઉત્પાદન' (ODOP) દ્વારા ભારતના પરંપરાગત ક્લસ્ટરોને આધુનિક મશીનરીથી સજ્જ કરવામાં આવશે. પાડોશી દેશના બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ભારતનું આ આર્થિક પગલું બાંગ્લાદેશના સૌથી મોટા ઉદ્યોગની કમર તોડી નાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(3:18 PM IST)