હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં લઘુમતી સમુદાયો માટે આર્થિક ઉદારતા દાખવીને વિપક્ષોના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. મોદી સરકારે લઘુમતી બાબતોના મંત્રાલય માટે કુલ ₹૩,૪૦૦ કરોડની ફાળવણી કરી છે, જે ગયા વર્ષના ₹૩,૩૯૫.૬૨ કરોડની સરખામણીએ વધારો દર્શાવે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ'ના મંત્રને અમલી બનાવવા માટે મક્કમ છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાયના યુવાનો અને મહિલાઓના ઉત્થાન માટે બજેટમાં અનેક પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે.
બજેટનું કેન્દ્રબિંદુ 'પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ' (PMJVK) રહ્યો છે, જેના માટે ₹૧,૧૯૭.૯૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં શાળાઓ, છાત્રાલયો અને સ્માર્ટ હેલ્થ સેન્ટર્સના નિર્માણ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, લઘુમતી મહિલાઓને નાણાકીય સાક્ષરતા અને નેતૃત્વની તાલીમ આપીને તેમને 'લખપતિ દીદી' જેવી યોજનાઓ સાથે સાંકળવાનો મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ૨૦૧૪ની સરખામણીમાં મોદી સરકારે આ મંત્રાલયનું બજેટ સતત વધારીને સાબિત કર્યું છે કે તેઓ લઘુમતીઓના શૈક્ષણિક અને સામાજિક સ્તરને સુધારવા માટે ગંભીર છે.
યુપીએ સરકારના શાસનકાળમાં લઘુમતી મંત્રાલયને મળતા ભંડોળ કરતા અત્યારે અંદાજે ₹૧,૦૦૦ કરોડથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૨૩માં જ્યારે સુધારેલા બજેટમાં રકમ ઘટાડવામાં આવી હતી, તે પછી ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સતત વધારાએ લઘુમતી સમુદાયમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે. આ બજેટ દ્વારા સરકાર મુસ્લિમ સમુદાયના નબળા વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવીને તેમને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવા માંગે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM