હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટમાં SC, ST, OBC, EWS અને લઘુમતી સમુદાયો માટે કોઈ ખાસ સહાયતા અપાઈ નથી: મલ્લિકાર્જુન ખડગેના આકરા પ્રહાર
ખડગેએ કહ્યું કે, "મોદી સરકાર પાસે હવે કોઈ નવા આઈડિયા બચ્યા નથી. બજેટ 2026 ભારતની આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓનો કોઈ ઉકેલ આપતું નથી.

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બજેટને લઈને મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. ખડગેએ કહ્યું કે, "મોદી સરકાર પાસે હવે કોઈ નવા આઈડિયા બચ્યા નથી. બજેટ 2026 ભારતની આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓનો કોઈ ઉકેલ આપતું નથી."
ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે, "સરકારનું 'મિશન મોડ' હવે 'ચેલેન્જ રૂટ' બની ગયું છે. તેમની 'રિફોર્મ એક્સપ્રેસ' કોઈ સ્ટેશન પર ઉભી રહેતી નથી. પરિણામે કોઈ સ્પષ્ટ પોલિસી વિઝન કે રાજકીય ઈચ્છાશક્તિ દેખાતી નથી."
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે દેશનો અન્નદાતા ખેડૂત હજુ પણ કલ્યાણકારી યોજનાઓ અને આવક સુરક્ષાની રાહ જોઈ રહ્યો છે, પણ તેમને નિરાશા મળી છે. દેશમાં અસમાનતા બ્રિટિશ રાજના સમય કરતા પણ વધી ગઈ છે, છતાં બજેટમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
તેમણે આરોપ લગાવ્યો કે બજેટમાં SC, ST, OBC, EWS અને લઘુમતી સમુદાયો માટે કોઈ ખાસ સહાયતા આપવામાં આવી નથી. નાણા પંચની ભલામણોનો અભ્યાસ કરવો પડશે, પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગતું નથી કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી રાજ્ય સરકારોને કેન્દ્ર તરફથી કોઈ રાહત મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
