<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

નાણાં મંત્રીએ નિર્મલા સીતારમણે રાજકોષીય ખાધ અંગે મોટી જાહેરાત કરી :ખાધ લક્ષ્યાંક ઘટાડીને 4.3 રક કર્યો

સરકારે નાણાકીય વર્ષ 2022 માં રાજકોષીય ખાધને 4.5% થી નીચે લાવવાના પોતાના વચનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

નવી દિલ્હી : આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રાજકોષીય ખાધ અંગે મોટી જાહેરાત કરી હતી  તેમણે જણાવ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.3% રાખ્યો છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2022 માં રાજકોષીય ખાધને 4.5% થી નીચે લાવવાના પોતાના વચનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજકોષીય ખાધ 4.4% રહેવાનો અંદાજ છે. નાણામંત્રીએ જણાવ્યું કે નવી ‘રાજકોષીય પ્રુડન્સ’ નીતિ હેઠળ, આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે તેને ઘટાડીને 4.3% કરવામાં આવી છે.

(10:29 PM IST)