News of Sunday, 1st February 2026
હવે ચાલતા મુસાફરો અને સાયકલ સવારોને પણ મળશે AIનો સહયોગ :ગૂગલ મેપ્સમાં જેમિનીનો છવાશે જાદુ
ગૂગલનું આ નવું અપડેટ રસ્તા પર સુરક્ષા અને સુવિધા બંનેમાં વધારો કરશે, કારણ કે યુઝર્સનું ધ્યાન રસ્તા પર રહેશે અને કામ AI પતાવી દેશે.

નવી દિલ્હી :ટેક જાયન્ટ ગૂગલ પોતાના યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ લાવતું રહે છે. ખાસ કરીને ગૂગલ મેપ્સમાં નેવિગેશનને સરળ બનાવવા માટે કંપનીએ હવે એક મોટું કદમ ઉઠાવ્યું છે. અત્યાર સુધી ગૂગલ મેપ્સમાં 'જેમિની AI' સપોર્ટ માત્ર કાર અને ટુ-વ્હીલર ચાલકો માટે ઉપલબ્ધ હતો, પરંતુ હવે તેનો વ્યાપ વધારીને પગપાળા ચાલતા લોકો અને સાયકલ સવારો માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ગૂગલના જણાવ્યા અનુસાર, હવે યુઝર્સ જ્યારે ચાલતા જઈ રહ્યા હોય કે સાયકલ ચલાવતા હોય, ત્યારે તેમને 'હેન્ડ્સ-ફ્રી' જેમિની આસિસ્ટન્સ મળશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે રસ્તો જોવા માટે વારંવાર ફોનને હાથમાં લેવાની કે સ્ક્રીન સામે જોવાની જરૂર નહીં પડે. તમે માત્ર અવાજ દ્વારા જેમિનીની મદદ લઈ શકશો.
આ ફીચરની મદદથી સાયકલ સવારો કે ચાલતા યુઝર્સ માત્ર રસ્તો જ નહીં પૂછી શકે, પરંતુ મુસાફરી દરમિયાન જરૂરી ટાસ્ક પણ કરી શકશે. જેમ કે, તમે ચાલતા-ચાલતા જેમિનીને કહીને કોઈને ટેક્સ્ટ મેસેજ મોકલી શકશો. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ સુવિધાનો લાભ લેવા માટે યુઝર્સે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
- ગૂગલ મેપ્સ ખોલો અને તમારું ડેસ્ટિનેશન (ગંતવ્ય) સેટ કરો.
- નેવિગેશન શરૂ કર્યા પછી, ઉપર આપેલા માઇક્રોફોન આઇકન પર ટેપ કરો.
- અથવા તમે સીધું જ 'Hey Google' બોલીને AI ને એક્ટિવ કરી શકો છો.
હાલમાં ગૂગલ મેપ્સમાં જેમિની માત્ર વોઇસ આસિસ્ટન્ટ તરીકે જ કામ કરશે. એટલે કે, તમે ટાઇપ કરીને સવાલ પૂછી શકશો નહીં; તમારે માત્ર બોલીને જ કમાન્ડ આપવો પડશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
