News of Sunday, 1st February 2026
કળિયુગની પરાકાષ્ઠા: પતિની હત્યા કર્યા બાદ પત્નીએ બિયર પીને જાનમાં ડાન્સ કર્યો: લગ્નના માત્ર ૭ મહિનામાં જ પત્નીએ પતિની નિર્મમ હત્યા કરી અને ત્યારબાદ કોઈ પણ જાતના અફસોસ વગર શણગાર સજીને મોજમસ્તી કરી

સમાજમાં સંબંધોનું સ્તર કેટલું નીચે જઈ રહ્યું છે તેનું એક અત્યંત ચોંકાવનારું ઉદાહરણ મધ્યપ્રદેશમાં સામે આવ્યું છે. એક મહિલાએ પોતાના જ પતિની હત્યા કરી નાખી હતી, પરંતુ તેના ચહેરા પર ગુનાનો કોઈ જ પસ્તાવો ન હતો. ઉલટું, પતિની લાશ ઘરમાં પડી હતી અને હત્યારી પત્નીએ 'સુહાગન' જેવો સોળ શણગાર સજ્યો હતો. આટલેથી જ ન અટકતા, હત્યા બાદ તેણે બિયર પીધો હતો અને ગામમાં નીકળેલી એક જાન (બારાત)માં જઈને જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપી મહિલાના લગ્ન માત્ર ૭ મહિના પહેલા જ થયા હતા. આ ઘટનાએ પોલીસ અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા છે.
જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે પણ તેના વર્તનમાં કોઈ ગંભીરતા દેખાતી ન હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અથવા ઘરેલુ કંકાસ કારણભૂત હોવાનું મનાય છે. આ મહિલાની માનસિક વિકૃતિ અને ક્રૂરતા જોઈને સ્થાનિક લોકો પણ અચંબામાં પડી ગયા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
