<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બિહાર વિધાનસભા: આજથી બજેટ સત્રનો પ્રારંભ, નીતીશ સરકાર માટે કસોટીનો સમય

બિહાર વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જેમાં વિપક્ષ સરકારને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઘેરવાની તૈયારીમાં છે.

રાજ્યપાલના અભિભાષણ સાથે સત્રની શરૂઆત થશે. આ સત્ર નીતીશ કુમારની સરકાર માટે ઘણું મહત્વનું માનવામાં આવે છે, કારણ કે રાજ્યમાં આગામી સમયમાં રજૂ થનારું બજેટ બિહારના વિકાસનો રોડમેપ નક્કી કરશે.

 

બીજી તરફ, રાજ્યના વિપક્ષી દળોએ સરકારને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વિપક્ષી નેતાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ, શિક્ષણ વિભાગમાં ભરતીના પ્રશ્નો અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગશે. સત્ર દરમિયાન હંગામાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિધાનસભાની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને.

(9:41 AM IST)