તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
હરિદ્વારમાં હિંસા: રવિદાસ જયંતિની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણ, બે ના મોત

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ભગવાનપુર વિસ્તારમાં શોભાયાત્રા બાદ બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બે વ્યક્તિઓના મોત થયા છે.
હરિદ્વારના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિદાસ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. આજે સવારે હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્ર સિંહ ડોભાલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શોભાયાત્રા પૂર્ણ થયા બાદ એક જ પક્ષના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
પોલીસને ગોળીબાર અને મારામારીની જાણ થતાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ અથડામણમાં 'આનંદ' નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સામેના જૂથના પણ એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. આમ, કુલ મૃત્યુઆંક ૨ પર પહોંચ્યો છે. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
દરમિયાન હરિદ્વાર હિંસા મામલે પોલીસ એક્શનમાં આવી છે અને એસએસપીએ જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
