News of Monday, 2nd February 2026
આંતરરાષ્ટ્રીય દુર્ઘટના: ભારે વરસાદના પગલે કોંગોમાં સોનાની ખાણ તૂટી પડતાં ૨૦૦ લોકોના કરૂણ મોત: કાટમાળ નીચે અનેક દટાયેલા પડ્યા છે

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ભારે વરસાદને કારણે એક સોનાની ખાણ અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૨૦૦ સુધી પહોંચી ગયો છે. સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ટીમો દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
કોંગોમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે કારણ કે ત્યાં સુરક્ષાના માપદંડો વિના ગેરકાયદેસર ખનન મોટા પાયે થાય છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ ઘટનાએ ફરી એકવાર આફ્રિકાના ખનન ઉદ્યોગમાં શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
