News of Monday, 2nd February 2026
દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની ચાદર: વાહનવ્યવહાર પ્રભાવિત

ફેબ્રુઆરીની શરૂઆત છતાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે ફ્લાઈટ અને ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં આજે, સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારના સમયે ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે તાપમાનમાં ફેરફાર અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે સડક માર્ગે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કરવો પડ્યો છે. રેલવે વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી છે, જેમાં ઉત્તર ભારત તરફ જતી કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
