News of Monday, 2nd February 2026
મધ્ય પ્રદેશની હોસ્ટેલમાં સાડાતેર વર્ષની વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપ્યો
બેદરકારી બદલ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

બાલાઘાટ તા.૨: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના એક ગામના કન્યા છાત્રાલયમાં આઠમા ધોરણમાં ભણતી સાડાતેર વર્ષની એક વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપ્યો છે. વિદ્યાર્થિનીને બાલાઘાટ જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં માતા અને નવજાત શિશુ બન્નેની તબિયત સારી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં જ હોસ્ટેલ મેનેજમેન્ટની બેદરકારી છતી થઈ હતી. બેદરકારી બદલ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થિની વારંવાર ઘરે જતી હતી અને તેના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું નહોતું. વિદ્યાર્થિની ઘણી વાર બીમાર રહેતી હતી, જેને કારણે તેને મોટા ભાગનો સમય ઘરે જ રહેવાની ફરજ પડતી હતી. તે ૧૩ માર્ચે તેના ઘરે ગઈ હતી અને જુલાઈમાં પાછી આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની એ જ ગામના એક સગીર છોકરા સાથે સંબંધમાં હતી. આ છોકરાને પોલીસે અટકમાં લીધો છે અને તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
