<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

વિદેશી સંપત્તિ જાહેર કરવાની સુવર્ણ તક: આવકવેરા વિભાગનું કડક વલણ અને રાહત: માહિતી છુપાવશે તો 'બ્લેક મની એક્ટ' હેઠળ કડક કાર્યવાહી સાથે, ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલ સજાની જોગવાઈ

જે ભારતીય નાગરિકો વિદેશમાં બેંક ખાતા, શેરબજારમાં રોકાણ, કે સ્થાવર મિલકત ધરાવે છે, તેમણે તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ વિગતો ફરજિયાતપણે દર્શાવવી પડશે: આઈટી ડિપાર્ટમેન્ટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેર કરવા અંગે એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નિષ્ણાતો એક "સુવર્ણ તક" તરીકે જોઈ રહ્યા છે. 

આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે જે ભારતીય નાગરિકો વિદેશમાં બેંક ખાતા, શેરબજારમાં રોકાણ, કે સ્થાવર મિલકત ધરાવે છે, તેમણે તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ વિગતો ફરજિયાતપણે દર્શાવવી પડશે.

સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ કરદાતા આ માહિતી છુપાવશે તો તેમની સામે 'બ્લેક મની એક્ટ' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. 

આ ઝુંબેશનો ઉદ્દેશ્ય એ છે કે લોકો સ્વેચ્છાએ પોતાની વિદેશી અસ્કયામતો જાહેર કરે. ખાસ કરીને જેમણે વિદેશી કંપનીઓના શેર્સ (જેમ કે અમેરિકન ટેક કંપનીઓ) એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન પ્લાન (ઈસોપ) દ્વારા મેળવ્યા હોય, તેમણે પણ સાવધ રહેવાની જરૂર છે. 

આઇટીવવિભાગે કરદાતાઓને એસએમએસ અને ઈમેલ દ્વારા જાણ કરી છે કે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો ધરાવતા લોકોએ સુધારેલું રિટર્ન ભરીને પણ આ ભૂલ સુધારી લેવી જોઈએ. આ પહેલ કરચોરી રોકવા અને પારદર્શિતા લાવવા માટેનું એક મોટું પગલું માનવામાં આવે છે.

 

(11:59 AM IST)