News of Monday, 2nd February 2026
ઈઝરાયેલનો લેબેનોનમાં પ્રચંડ પ્રહાર: હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર અલી દાઉદ અમીચનો ખાતમો: અલી દક્ષિણ લેબનોન વિસ્તારમાં ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન હુમલાઓનું નેતૃત્વ કરી રહ્યો હતો
ઈઝરાયેલી ફાઈટર જેટ્સ દ્વારા અલી દાઉદના ઠેકાણા પર સટીક મિસાઈલ મારો: જેમાં તે અને તેના અન્ય સાથીદારો માર્યા ગયા

તેલ અવીવ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ લેબનોનમાં એક મોટી સફળતા મેળવી છે. ઈઝરાયેલી વાયુસેના દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હવાઈ હુમલામાં ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ખુંખાર આતંકવાદી અલી દાઉદ અમીચને ઠાર કરવામાં આવ્યો છે.
આઈડીએફ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, અલી દાઉદ દક્ષિણ લેબનોન વિસ્તારમાં ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન હુમલાઓનું નેતૃત્વ કરી રહ્યો હતો.
ગુપ્તચર એજન્સી મોસાદ અને સૈન્યની બાતમીના આધારે, ઈઝરાયેલી ફાઈટર જેટ્સ દ્વારા અલી દાઉદના ઠેકાણા પર સટીક મિસાઈલ મારો કરવામાં આવ્યો હતો, જેમાં તે અને તેના અન્ય સાથીદારો માર્યા ગયા હતા.
આ હુમલા બાદ હિઝબુલ્લાહમાં આતંકનો માહોલ છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલની સુરક્ષા સામે ખતરો ઉભો કરનાર દરેક કમાન્ડરને વીણી વીણીને મારવામાં આવશે.
અલી દાઉદનું મૃત્યુ હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે તે સંગઠનના લોજિસ્ટિક્સ અને હથિયારોની હેરાફેરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવતો હતો. આ ઘટના બાદ સરહદ પર તણાવ વધુ ઉગ્ર બન્યો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
