હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં ડોકલામ મુદ્દે હોબાળોઃ રાહુલ ગાંધીના આરોપોઃ સરકારનો વળતો પ્રહાર
નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરીને ચીની ઘૂસણખોરીના આરોપો લગાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો ગૃહમાં ધમાલ વધતા અમિત શાહે મોરચો સંભાળ્યોઃ રાજનાથ સિંહનું આક્રમણ વલણ

નવી દિલ્હી, તા.૨: બજેટ સત્રના ચોથા દિવસે લોકસભામાં વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના સંસ્મરણો ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' માંથી અમુક અંશો વાંચવાનું શરૂ કર્યું. તેમણે દાવો કર્યો કે આ પુસ્તકમાં ચીની ટેન્કો ભારતીય સરહદની અત્યંત નજીક હોવાનો ઉલ્લેખ છે. રાહુલ ગાંધીએ શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, તમે દેશભક્તિની વાતો કરો છો, પણ સત્ય સાંભળતા ડરો છો. આ નિવેદન સાથે જ ભાજપના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાત્કાલિક ઉભા થઈને પ્રશ્ન કર્યો હતો કે, શું આ પુસ્તક ખરેખર પ્રકાશિત થયું છે? તેમણે સ્પષ્ટ કર્યું કે જે પુસ્તક સાર્વજનિક જ નથી થયું, તેના આધારે ગળહને ગેરમાર્ગે દોરી શકાય નહીં. સંસદના બજેટ સત્રમાં આજે ત્યારે ભારે હંગામો જોવા મળ્યો જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકનો મુદ્દો ઉઠાવ્યો. ડોકલામ અને ચીની ઘૂસણખોરીના ગંભીર આરોપો સાથે રાહુલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેની સામે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગળહમંત્રી અમિત શાહે આક્રમક વલણ અપનાવતા ગળહની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી.
ગળહમાં હંગામો વધતા ગળહમંત્રી અમિત શાહે પણ મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે મેગેઝિન કે લેખના આધારે વાતો કરી રહ્યા છે તે અધિકળત નથી. શાહે ટકોર કરી હતી કે, જ્યારે પુસ્તક પોતે જ હજુ પ્રકાશિત નથી થયું, તો તેના પર ચર્ચા કેવી રીતે થઈ શકે? સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને નિયમોનું પાલન કરવા અને માત્ર અધિકળત દસ્તાવેજોનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. બીજી તરફ, રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જાણીજોઈને આ પુસ્તકને પ્રકાશિત થવા દેતી નથી કારણ કે તેમાં લદ્દાખ અને ડોકલામની સ્થિતિ અંગે સનસનીખેજ ખુલાસાઓ છે.
આ વિવાદમાં વિપક્ષી નેતાઓએ પણ ઝંપલાવ્યું હતું. સપા પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીનું સમર્થન કરતા કહ્યું કે ચીન જેવા સંવેદનશીલ મુદ્દે વિપક્ષના નેતાને બોલવાની તક મળવી જોઈએ. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વાંધો ઉઠાવતા કહ્યું કે ગળહ નિયમોથી ચાલે છે, કોઈના મનસ્વી આરોપોથી નહીં. ભારે સૂત્રોચ્ચાર અને અફરાતફરી વચ્ચે સ્પીકરે ગળહની કાર્યવાહી બપોરે ૩ વાગ્યા સુધી મુલતવી રાખી હતી. આ ઘટનાએ ફરી એકવાર ભારત-ચીન સરહદ વિવાદ અને લશ્કરી અધિકારીઓના પુસ્તકો પરના સેન્સરશિપના મુદ્દાને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
