News of Monday, 2nd February 2026
કેલિફોર્નિયામાંથી સૌથી વધુ ૬૪૩ ઈન્ડિયન્સ પકડાયા, ટેક્સસ ર૩૭ સાથે બીજા નંબરે
ડિર્પોટેશન ડેટા પ્રોજેકટ રિપોર્ટ જાહેર

ન્યુયોર્કઃ ટ્રમ્પ ૨.૦ના પહેલા એક વર્ષમાં અમેરિકાના કયા સ્ટેટમાંથી કેટલા ઈન્ડિયન્સની ICE દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેનો ડેટા પહેલીવાર સામે આવ્યો છે. ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટના રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ICE દ્વારા અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ૧,૯૯૩ ઈન્ડિયન્સને અરેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૨૦૨૪માં આ આંકડો માંડ ૮૨૦ જ હતો.
આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે જે ૧,૯૯૩ ઈન્ડિયન્સને ગયા વર્ષે અરેસ્ટ કરાયા હતા તેમાં ૧,૬૬૯ને કોઈ ક્રાઈમમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં નહોતા આવ્યા જ્યારે ૫૩૫ સામે ક્રિમિનલ ચાર્જિસ પેન્ડિંગ હતા અને ૧૧૩૪ની કોઈ જ ક્રિમિનલ હિસ્ટ્રી નહોતી. જે સ્ટેટ્સમાંથી સૌથી વધુ ઈન્ડિયન્સની ધરપકડ થઈ છે તેમાં ૬૪૩ સાથે કેલિફોર્નિયા ટોપ પર છે, જ્યારે ટેક્સસ ૨૩૭ સાથે બીજા અને ન્યૂયોર્ક ૧૧૫ સાથે ત્રીજા નંબર પર આવે છે. આ ત્રણ સ્ટેટ્સમાંથી જ અડધોઅડધ ઈન્ડિન્સ પકડાયા છે.
આ કાર્યવાહીમાં લોકલ પોલીસ પણ જોડાઈ હતી, અરેસ્ટ કરાયેલા લોકોમાં ક્રિમિનલ એલિયન્સ ઉપરાંત જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે તેવા લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે, જાન્યુઆરી ૦૫થી જાન્યુઆરી ૧૯ સુધી ચાલેલા આ ઓપરેશનમાં અરેસ્ટ થયેલા કેટલા લોકો ખરેખર ક્રિમિનલ છે અને કેટલાનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી અપાઈ.
વેસ્ટ વર્જિનિયાના માર્ટિન્સબર્ગ, મૂરફિલ્ડ, મોર્ગનટાઉન, બકલી, હન્ટિંગ્ટન અને ચાર્લ્સટનમાંથી સૌથી વધુ એલિયન્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમને પકડવામાં આવ્યા છે તેમાં સાગર સિંઘ નામના એક ઈન્ડિયનનો પણ સમાવેશ થાય છે, ત્ઘ્ચ્ના જણાવ્યા અનુસાર ટ્રક ચલાવતા સાગર સિંઘનો જૂનો રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હતો.
તેને કોમર્શિયલ વ્હીકલ એન્ફોર્સમેન્ટ ઓફિસર દ્વારા અટકાવવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરી લેવાઈ હતી. છેલ્લા ચારેક મહિનાથી યુએસમાં ટ્રક ચલાવતા ઈન્ડિયન્સ પર તવાઈ શરૂ થઈ છે જેના ભાગરૂપે સાગર સિંઘ નામનો આ ટ્રક ડ્રાઈવર પણ ICEના હાથમાં આવી જતાં હવે તેનું ડિપોર્ટેશન લગભગ ફાઈનલ છે કારણકે તેનો જૂનો રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે.
ICEએ વેસ્ટ વર્જિનિયામાંથી જે ૬૫૦ એલિયન્સને અરેસ્ટ કરવાનો દાવો કર્યો છે તેમાં ઈન્ડિયન્સ કેટલા છે તેની કોઈ ચોક્કસ વિગતો આપવામાં નથી આવી, આ સ્ટેટમાં ઈન્ડિયન્સની પણ સારી એવી વસ્તી છે જેમાં કોઈ સ્ટેટસ વિના રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.
ICEના એજન્ટ્સ લોકલ પોલીસની મદદથી ટ્રાફિક સ્ટોપ ઉપરાંત રેન્ડમ સર્ચ દ્વારા ઈલીગલ એલિયન્સને શોધતા રહે છે જેમાં બિઝનેસિસ પર કરવામાં આવતી તપાસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લેન્ક વોરન્ટના આધારે ધરપકડ કરવાની ખૂલ્લી છૂટ હોવાથી ICEના એજન્ટ્સને મોકળું મેદાન મળી ગયું છે અને જે લોકોનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેમને પણ આ રીતે અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
