News of Monday, 2nd February 2026
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને ૬૦% થશે ૮માં પગાર પંચ વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓને લોટરી !

નવી દિલ્હી, તા.૨: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ ૨૦૨૬ની શરુઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક(AICPI-IW)ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા(DA)માં વધારો થવો નિ?તિ જણાઈ રહ્યો છે.
શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર ૨૦૨૫ના AICPI-IWના આંકડા ૧૪૮.૨ પર પહોંચી ગયા હતા. છેલ્લા ૧૨ મહિનાના સરેરાશ ઇન્ડેક્સના આધારે ગણતરી કરતાં મોંઘવારી ભથ્થું ૫૯.૯૩%ની આસપાસ પહોંચ્યું હતું. ડિસેમ્બરના આંકડાઓ પણ સામાન્ય રહેતા હવે તે ૬૦%ની સપાટી વટાવી ચૂકયું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં DA જાહેર કરતી હોવાથી, કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૬થી ૬૦%ના દરે મોંઘવારી ભથ્થું મળવું લગભગ નક્કી છે.
સામાન્ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. ૭માં પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત(DR)માં વધારો અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી અગાઉની વ્યવસ્થા મુજબ જ દર છ મહિને (જાન્યુઆરી અને જુલાઈ) આ વધારો કરવાનું ચાલુ રાખશે.
સરકારે છેલ્લે જુલાઈ ૨૦૨૫માં ઝખ્ ૫૪%થી વધારીને ૫૮% કર્યો હતો. હવે જાન્યુઆરી ૨૦૨૬થી અમલી બનનારા ૬૦% ઝખ્ની જાહેરાત હોળીની આસપાસ થવાની શકયતા છે. જ્યારે પણ આ જાહેરાત થશે, ત્યારે કર્મચારીઓને જાન્યુઆરીથી અત્યાર સુધીનો તફાવત (ખ્શ્વશ્વફર્ૂીશ્વત) પણ એકસાથે ચૂકવવામાં આવશે, જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહત લાવશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
