ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સાવધાન! બેબી મિલ્ક પાવડરમાં મળ્યું ખતરનાક ઝેર: યુરોપિયન એજન્સીની ગંભીર ચેતવણી બાદ વિશ્વભરમાં ફફડાટ
ચીનથી આવતા કાચા માલને કારણે ફોર્મ્યુલા દૂધ બન્યું ઝેરી; નેસ્લે અને ડેનોન જેવી દિગ્ગજ કંપનીઓના ઉત્પાદનો શંકાના દાયરામાં, અનેક દેશોએ સ્ટોક પાછો ખેંચ્યો

નવી દિલ્હી: દુનિયાભરના માતા-પિતા માટે અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (EFSA) એ નવજાત શિશુઓને આપવામાં આવતા ફોર્મ્યુલા દૂધ (બેબી મિલ્ક પાવડર) માં એક અત્યંત ખતરનાક ઝેર મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. આ ઝેર બાળકોમાં તાત્કાલિક ઉલટી, બેચેની અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.
વૈજ્ઞાનિક તપાસમાં આ ઝેરની ઓળખ 'સેર્યુલાઇડ' (Cereulide) તરીકે થઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ઝેર ચીનની એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવેલા કાચા માલમાં મળી આવ્યું છે. આ ફેક્ટરી નેસ્લે, ડેનોન અને લેક્ટાલિસ જેવી વિશ્વની સૌથી મોટી બેબી ફૂડ કંપનીઓને માલ સપ્લાય કરે છે. EFSA ના મતે, શિશુઓનું શરીર પુખ્ત વયના લોકોની સરખામણીએ રસાયણો સામે લડવામાં નબળું હોય છે, તેથી આ ઝેર તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ જોખમને જોતા, એજન્સીએ અત્યંત કડક સલામતી મર્યાદા નક્કી કરી છે. નવા નિયમો મુજબ:
ફોર્મ્યુલા દૂધમાં સેર્યુલાઇડનું સ્તર પ્રતિ લિટર 0.054 માઇક્રોગ્રામ થી વધુ ન હોવું જોઈએ.
ફ્રાન્સ સહિતના અનેક દેશોએ સાવચેતીના ભાગરૂપે બજારમાંથી બેબી ફોર્મ્યુલાનો જથ્થો પાછો ખેંચવાનું શરૂ કરી દીધું છે.
ફ્રાન્સમાં બે નવજાત શિશુઓના મોત બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ છે. તપાસ કરવામાં આવી રહી છે કે શું આ મોત પાછા ખેંચવામાં આવેલા ફોર્મ્યુલા દૂધ પીવાથી થયા છે કે કેમ. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં આવનારા રિપોર્ટ પર આખા વિશ્વની નજર છે.
આ ઘટનાએ ફરી એકવાર બેબી ફૂડ ઉદ્યોગની ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ અને ચીન પરની નિર્ભરતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતો વાલીઓને સલાહ આપી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને આપવામાં આવતા દૂધના પેકેટ અને તેની બ્રાન્ડ અંગે જાગૃત રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
