News of Tuesday, 3rd February 2026
૬ લાખની કાર, પણ VIP નંબર માટે યુવકે ખર્ચી નાખ્યાં રૂ.૨.૦૮ કરોડ
નંબર પ્લેટને દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ માનવામાં આવી રહી છે

હૈદરાબાદ,તા.૦૩: લક્ઝરી યુઝ્ડ કાર ડીલરશિપ Big Boy Toyz દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી એક્શન હાઉસ હરાજીમાં દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ વેચાઈ છે. આંધ્ર પ્રદેશના એક કાર લવરે VIP નંબર પ્લેટ ‘‘DDC 001''ને રેકોર્ડ ૨.૦૮ કરોડ રૂપિયામાં ખરીદી છે. આ નંબર પ્લેટને દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ માનવામાં આવી રહી છે.
આ સ્પેશિયલ હરાજીમાં ‘‘DDC 001'' વિન્ટેજ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી, જે પહેલા Big Boy Toyzના ફાઉન્ડર જાતિન આહુજાની માલિકીની હતી. આヘર્યની વાત એ છે કે આ VIP નંબર માટે બોલી રૂ.૨.૦૮ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ હરાજીમાં સૌથી ઊંચી બોલી આંધ્રપ્રદેશના ગુંટૂરના કિરણ કોલ્પાકુલા એ લગાવી હતી.
ડીલરશિપ Big Boy Toyzએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘‘અમને આની અપેક્ષા નહોતી. ઇતિહાસ રચાઈ ગયો.'' કાર સંબંધિત પ્લેટફોર્મ Cartoqના હવાલાથી જાતિન આહુજાએ કહ્યું કે, ‘‘જ્યારે આટલી મોટી કિમતવાળા અસેટ્સની વાત આવે છે, ત્યારે પારદર્શિતા અને વેરિફિકેશન સૌથી મહત્વના બની જાય છે. રૂ.૨.૦૮ કરોડમાં DDC 001ની હરાજીએ સાબિત કર્યું છે કે કલેક્ટર્સ એક વિશ્વસનીય પ્લેટફોર્મ માટે તૈયાર છે, ભલે તેઓ દેશના કોઈ પણ ભાગમાંથી હોય.''
Cartoq અનુસાર, Big Boy Toyzનું Auction House અનેક મોટી હસ્તીઓની લક્ઝરી કારો પણ વેચી રહ્યું છે. આમાં શામેલ છે - શિલ્પા શેટ્ટીની Mercedes-Maybach GLS ૬૦૦, ફિલ્મમેકર રોહિત શેટ્ટીની Mercedes-Benz CLA 200d. આ ઉપરાંત ક્રિકેટર દિનેશ કાર્તિકની Range Rover Sport SVR પણ સમેલ છે.
તેમજ CHE78 અને ‘‘HR59 0001'' જેવી અન્ય વિન્ટેજ નંબર પ્લેટ્સ, સાથે જ ‘‘999999999X'' અને ‘‘888888888X'' જેવા મોબાઇલ નંબરો પણ હરાજીમાં ઉપલબ્ધ છે. હરાજીમાં લક્ઝરી ઘડિયાળો પણ સામેલ છે, જેમ કે Hublot King Gold Skeleton Chronograph ±Þõ Rolex Daytona (Tiffany ડાયલ).
પહેલાં પણ ચર્ચામાં આવી ચૂકી છે VIP નંબર પ્લેટ્સ - ગયા વર્ષે VIP રજિસ્ટ્રેશન નંબર ‘‘HR 88 B 8888'' ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે રૂ.૧.૧૭ કરોડમાં વેચાયો હતો. જોકે, સમયસર ચુકવણી ન થવાને કારણે તે ડીલ કેન્સલ કરી દેવામાં આવી હતી. પછી રી-ઓક્શનમાં આ જ નંબર રૂ.૨૬.૭ લાખમાં વેચાયો હતો.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
