<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

૨૦૨૫માં જમ્‍મુ-કાશ્‍મીરમાં ૧.૭૮ કરોડ પ્રવાસી આવ્‍યાં

જમ્‍મુ તા.૩: પહેલગામમાં થયેલાં જઘન્‍ય આતંકી હુમલાં ઉપરાંત સુરક્ષા સંબંધિત ઘટનાઓ તથા કુદરતી આફતો છતાં જમ્‍મુ-કાશ્‍મીરના ૨૦૨૫માં પ્રવાસીઓની સંખ્‍યા નોંધપાત્ર રહેવા પામી હતી. જમ્‍મુ-કાશ્‍મીરના લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિહાએ સોમવારે જણાવ્‍યું હતું કે, ૨૦૨૫માં ૧.૭૮ કરોડ પ્રવાસીઓએ કેન્‍દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી છે. સોમવારથી શરૂ થયેલા બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના સભ્‍યોને સંબોધતા સિહાએ જણાવ્‍યું હતું કે, સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતોના પડકારો છતાં, કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ૨૦૨૫માં ૧.૭૮ કરોડ પ્રવાસીઓ આવ્‍યાં હતાં. પ્રદેશમાં રોકાણને આકર્ષવા અને રોજગાર પેદા કરવા માટે પર્યટનને ઉદ્યોગનો દરજ્‍જો આપવામાં આવ્‍યો છે

(10:19 AM IST)