<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર NDAમાં ખુશીની લહેરઃ PM મોદીને ફુલડે વધાવ્‍યા

સંસદમાં વિજયોત્‍સવઃ ટ્રેડ ડીલના વધામણાઃ વડાપ્રધાનનું ગગનભેદી નારાઓ સાથે ભવ્‍ય સન્‍માન અમિત શાહ સહિત અનેક દિગ્‍ગજ નેતાઓ હાજરઃ દેશની આર્થિક કૂટનીતિ જીતને ગેમચેન્‍જર ગણાવી

નવી દિલ્‍હી, તા.૩: સંસદમાં આજે એક અલગ જ ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો. ભારત અને અમેરિકા વચ્‍ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારની સફળતાને વધાવવા માટે NDA સંસદીય પક્ષની વિશેષ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જેવા બેઠકમાં પહોંચ્‍યા, કે તરત જ આખું ગળહ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્‍યું હતું. વરિષ્ઠ નેતાઓએ પીએમ મોદીને ફૂલોના વિશાળ હાર પહેરાવીને તેમનું ઉમળકાભેર સ્‍વાગત કર્યું હતું. આ દ્રશ્‍યો માત્ર એક રાજકીય બેઠકના નહોતા, પરંતુ ભારતની વૈશ્વિક જીતના મહોત્‍સવ જેવા પ્રતીત થતા હતા.

બેઠકમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્‍ણવ અને ભૂપેન્‍દ્ર યાદવ જેવા દિગ્‍ગજ નેતાઓની હાજરીમાં ભારતની વધતી આર્થિક શક્‍તિ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ અવસરે જણાવ્‍યું હતું કે, ભારતે છેલ્લા કેટલાક સમયમાં અનેક મહત્‍વપૂર્ણ વેપાર કરારો કર્યા છે, પરંતુ અમેરિકા સાથેનો આ કરાર ભારતની રાજદ્વારી કુનેહનું સર્વોત્તમ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ડીલથી મેડ ઇન ઇન્‍ડિયા બ્રાન્‍ડને વૈશ્વિક સ્‍તરે નવી ઓળખ મળશે અને ભારતીય ઉત્‍પાદનો માટે અમેરિકા જેવા મોટા બજારોના દરવાજા વધુ સરળતાથી ખુલશે.

NDAના નેતાઓએ આ કરારને માત્ર વેપાર પૂરતો મર્યાદિત ન ગણાવતા, તેને એક વ્‍યૂહાત્‍મક માસ્‍ટરસ્‍ટ્રોક ગણાવ્‍યો હતો. બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્‍યો હતો કે વડાપ્રધાન મોદીના નેતળત્‍વમાં ભારત હવે વિશ્વની મહાસત્તાઓ સાથે બરાબરીના ધોરણે વાટાઘાટો કરી રહ્યું છે. આ કરારથી માત્ર નિકાસમાં વધારો નહીં થાય, પરંતુ ઉર્જા સહયોગ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ ભારતની સ્‍થિતિ મજબૂત બનશે. અંતે, તમામ સાંસદોએ એકસૂરે સ્‍વીકાર્યું કે આ ટ્રેડ ડીલ આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્‍જર સાબિત થશે અને વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપશે.

(11:37 AM IST)