News of Tuesday, 3rd February 2026
Instagram પર વારંવાર નકામી રીલ્સ જોઈને કંટાળ્યા છો? આ રીતે અલ્ગોરિધમને કરો 'રીસેટ'
એક મિનિટમાં સાફ કરો તમારી ફીડ: હવે ભળતા-સળતા વીડિયો નહીં પણ તમારી પસંદગીની સામગ્રી જ દેખાશે

રાજકોટ: જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવ, તો ઘણીવાર એવું બનતું હશે કે તમે એકવાર ભૂલથી કોઈ વીડિયો જોઈ લીધો હોય અને પછી આખો દિવસ તેવા જ નકામા વીડિયો તમારી 'રીલ્સ' ફીડમાં આવતા રહે છે. જો તમારું અલ્ગોરિધમ પણ આવું જ 'ગૂંચવાયેલું' હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સને અલ્ગોરિધમ રીસેટ કરવાની સુવિધા આપે છે, જેનાથી તમારી ફીડ ફરી એકવાર નવી નકોર થઈ જશે.
શા માટે અલ્ગોરિધમ રીસેટ કરવું જોઈએ?
ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ તમારી જોવાની ટેવ પર નજર રાખે છે. તમે જે વીડિયો પૂરો જુઓ છો કે લાઈક કરો છો, એપ તે મુજબ જ નવું કન્ટેન્ટ બતાવે છે. પરંતુ ક્યારેક જૂની પસંદગીઓ અથવા આકસ્મિક રીતે જોયેલા વીડિયોને કારણે તમારી ફીડમાં કચરો જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારા અલ્ગોરિધમને ફરીથી સેટ કરવું એ એક તાજગીભર્યો વિકલ્પ છે.
અલ્ગોરિધમ રીસેટ કરવાના સ્ટેપ્સ:
- ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જઈને ઉપરની ત્રણ લાઈનો (Settings) પર ટેપ કરો.
- નીચે સ્ક્રોલ કરીને Content Preferences માં જાઓ.
- અહીં તમને Reset Suggested Content નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
- સૂચનાઓ વાંચીને Confirm કરો.
રીસેટ કર્યા પછી શું થશે?
એકવાર રીસેટ થઈ ગયા પછી, ઇન્સ્ટાગ્રામ તમારી જૂની જોવાની આદતોને ભૂલી જશે. શરૂઆતમાં તમને વિવિધ વિષયોના વીડિયો દેખાશે. તમે જે જે પ્રકારના વીડિયોને લાઈક કરશો, ઇન્સ્ટાગ્રામ ફરીથી તે મુજબ તમારી ફીડને સજાવશે. ખાસ નોંધ કે એકવાર રીસેટ કર્યા પછી તેને ઉલટાવી (Undo) શકાતું નથી, એટલે કે તમે ફરી જૂના અલ્ગોરિધમ પર પાછા નહીં જઈ શકો.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
