<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

દિલ્હીથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી ત્રણ-ત્રણ પ્રયાસ છતા ફ્લાઈટ લેન્ડ ના થઈ : મુસાફરોમાં ફફડાટ

ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું

દિલ્હીથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ત્રણ-ત્રણ પ્રયાસ છતા ફ્લાઈટ લેન્ડ ના થઈ. જો કે, ચોથા પ્રયાસના અંતે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ દરમિયાન મુસાફરો ભયભીત થઈ ગયા હતા. દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે જોખમી સ્થિતિ પેદા થઈ હતી. ભુજ એરપોર્ટ પર ઉતરાણ માટે વિમાને ત્રણ વખત પ્રયાસો કર્યા, પરંતુ ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાયો હતો. ફ્લાઈટ કેપ્ટને જણાવ્યું હતું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં વિલંબ થયો હતો.

(7:46 PM IST)