<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ચીનમાં ભ્રષ્ટાચારની ચરમસીમાઃ ન્‍યુક્‍લિયર મિસાઈલમાં ઇંધણની જગ્‍યાએ પાણી

અમેરિકન ઈન્‍ટેલિજન્‍સનો ચોંકાવનારો અહેવાલ : ૨૦૨૪માં ચીને અણુશાસ્ત્રોને સંભાળતા તેના રોકેટ ફોર્સની લીડરશીપને હઠાવી દીધી હતી

બીજીંગ તા.૪: ચીનના પશ્ચિમ વિસ્‍તારમાં એક અજ્ઞાત જગ્‍યા પર ન્‍યુક્‍લિયર મિસાઈલ લોન્‍ચ મોડમાં તૈયાર રહે છે. એક બટન દબાવતાની સાથે આ મિસાઈલ્‍સ હજારો કિલોમીટર દૂર તેના ટાર્ગેટનો નાશ કરી શકે છે. પણ આ મિસાઈલ્‍સમાં અમુક મિસાઈલ્‍સ એવી પણ છે જે બરા સમયે ઉઠતી જ નથી. આ મિસાઈલ્‍સનું ઈગ્નિશન બટન ઓન ન થવાનું કારણ એ હતું કે આ મિસાઈલોમાં ઈપણની જગ્‍યાએ પાણી ભરેલું હતું. હા, પાણી. ચીનમાં ભ્રષ્ટાચારની ચરમસીમાની આ કથા અમેરિકનું ઇન્‍ટેબિજન્‍સના રિપોર્ટ પછી બહાર આવી છે. આ કારણે જ ચીને ૨૦૨૪માં તેના રોકેટ કોર્સની સમગ્ર ટોચની નેતાગીરીને હટાવી દીધી હતી. એક અટકળ એવી છે કે જનરલ ઝાંગ યુસિયાના પતનનું કારણ પણ આ જ હતું.

જનરલ ઝાંગ યુક્‍સિયા ચીનના ટોચના મિલિટરીમાં સૌથી સિનિયર અધિકારી અને પ્રમુખ શી જિનપિગના સહયોગી હતા. અમેરિકન ઇન્‍ટેલિજન્‍સના અહેવાલ અનુસાર ઝાંગની ૧૯ જાન્‍યુમારીએ ચીનના પરમાણુ હથિયારોના વિગતી યુએસને લીક કરવા બદલ, પ્રમોશન આપવા માટે લાંચ લેવા જંદલ અને પિપલ્‍સ લિબરેશન આર્થી-પીએલએ-ની પુદ્ધની તૈયારીમાં ભાંગફોડ કરવાના આરોપસર પરપકડ કરવામાં આવી હતી.

સાઉથ ચાઈના મોર્નિગ પોસ્‍ટમાં રવિવારે પીએલએ ડેઈલીના એક લેખનો હવાલો આપી જણાવવામાં આવ્‍યું હતું કે ભ્રષ્ટ રીતરસમો પર લગામ કરસવા માટે આપણે આકરાં પગલાં ભરવા પડશે. આ રીતરસમો દેશની લડવાની ક્ષમતાઓને નબળી પાડે છે. મિલિટરી ખર્ચમાં મેરાફેરી કરતાં આ કાળાબારીની પૂરી કરી તેમને ખતમ કરવા પડશે. ચીનમાં ૨૦૨૩-૨૪માં રોકેટ ફોર્સની લિડરશીપને હટાવી દેવામાં આવી હતી. આ રોકેટ ફોર્સ જ ચીનના ન્‍યુક્‍લિયર મિસાઈલ્‍સની સંભાવ રાખે છે. જનરલ ઝાંગની તપાસ ન્‍યુક્‍લિયર સુરક્ષામાં રહેલી ખામીઓને કારણે કરવામાં આવી રહી હોવાનું મનાય છે.

નિષ્‍ણાંતોના જણાવ્‍યા અનુસાર ભ્રષ્ટાચાર ચીનની મિલિટરી સજ્જતાને નજલી પાડે છે. આ ભ્રષ્ટાચાર નબળાઈ બની જાય તે પહેલાં તેને નાબૂદ કરવા કાર્યવાહી કરાઇ છે. ૨૦૨૪માં બ્‍લૂમબર્ગ દ્વારા અમેરિકન ઇન્‍ટેલિજન્‍સ અધિકારીઓના હવાલાથી અપાયેલાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે મીનના પヘમિી વિસ્‍તાર શીનજિઆંગ મિસાઈલ ફિામાં તહેનાત મિસાઇલમાં એવા ઢાંકણાં લગાવવામાં આવ્‍યા હતા જે મિસાઇલ્‍સને લોન્‍ચ થતાં અટકાવતા હતા. આ ઓપરેશન ઇક્‍વિપમેન્‍ટની સમસ્‍યાઓને પગલે લશ્‍કરમાં મોટાપાયે સાફસૂફી કરવામાં આવી હતી. આ મિસાઈલ્‍સમાં ઈથવાની જગ્‍યાએ પાણી ભરવામાં આવ્‍યું હતું. સેન્‍ટર ફોર સ્‍ટ્રેટેજિક એન્‍ડ ઈન્‍ટરનેશનલ સ્‍ટડીઝના જાન્‍યુઆરી ૨૦૫ના એક લેખમાં જણાવ્‍યા અનુસાર ચીનની મિસાઇલ્‍સમાં હજી પાણી ભરાવેલું હોઇ શકે છે. શીએ ભ્રષ્ટાચાર સામે ભરેલાં કડક પગલાં દર્શાવે છે કે ચીન તેની પરમાણુ તાકાત વધારવાના મામલે ગંભીર છે. જો કે એશિયા ટાઈમ્‍સે લૂમબર્ગના રિપોર્ટને નકારી કાઢતાં જણાવ્‍યું હતું કે ચીન તેના પ્રવાહી ઇંધણ ધરાવતા રોકેટમાં પ્રોપેલન્‍ટ ભરીને રાખતું નથી. 

(10:38 AM IST)