News of Wednesday, 4th February 2026
એપીએમસીમાં દેવગઢ હાફૂસની એન્ટ્રીઃ ડઝનનો ભાવ ૫૦૦૦ રૂપિયા
ઉઘડતી સીઝને ઊંચા ભાવથી ખેડૂતો ખુશ : દેવગઢના કુણકેશ્વરથી આવેલી હાફૂસની ૧૦ થી ૧૨ પેટીના સોદા થયા

મુંબઇ તા.૪: નવી મુંબઈ એપીએમસીની ફળ બજારમાં દેવગઢની આફૂસ (અલ્ફાન્ઝો) કેરીનું આગમન થયું છે. દેવગઢ તાલુકાના કુણકેશ્વરથી આવેલી આફૂસની ૧૦થી ૧૨ પેટીના સોદા થયા હતા.
દેવગઢ આફૂસની સીઝનની શરૂઆત હોવાથી સાડાચાર હજારથી પાંચ હજાર રૂપિયે ડઝનના ભાવે આફૂસનું વેચાણ થયું હતું. સીઝનની શરૂઆતમાં જ સારો ભાવ મળતા કેરી ઉગાડતા ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે.
એપીએમસીના ફળોના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે હવામા અનુકૂળ રહેતા આંબા પર મોર સારા આવ્યા છે. વાતાવરણ સારું રહેશે તો કેરીની ક્વોલિટી જળવાઈ રહેશે અને આવક પણ વધુ થશે.
ફળ બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના અંત સુધી વધતા-ઓછા પ્રમાણમાં કેરીની આવક ચાલુ રહેશે. એપ્રિલ પછી હાફૂસની આવક એકદમ વધી જશે એવી ધારણા છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
