<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અબ તુમ્‍હારે હવાલે બજેટ સાથીયો...

મહાનગરપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ નું રીવાઇઝડ તથા આગામી નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ નું વાર્ષિક અંદાજપત્ર

રાજકોટઃ  મહાનગરપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ નું રીવાઇઝડ તથા આગામી નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ નું વાર્ષિક અંદાજપત્ર મ્‍યુનિસિપલ કમિશ્‍નર તુષાર સુમેરા દ્વારા આજે સવારે સ્‍ટેન્‍ડીંગ કમિટિ સમક્ષ રજુ કરેલ. આ અંદાજપત્ર સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે સ્‍વીકાર્યુ હતું. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા તથા સ્‍ટેન્‍ડીંગ કમિટી સભ્‍ય નેહલ શુકલ,  હાર્દિકભાઇ ગોહિલ, બીપીનભાઇ બેરા, દેવાંગભાઇ માંકડ, જયોત્‍સનાબેન ટીલાળા, મંજુબેન કુંગશીયા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી તથા રૂચીતાબેન જોષી ઉપસ્‍થિત રહયા હતા.  તેમજ અન્‍ય તસ્‍વીરમાં મ્‍યુનિ. કમિશનર તુષાર સુમરા તથા અન્‍ય અધિકારીઓ દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:31 PM IST)