<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

હવે ફિલ્ડર બાઉન્ડ્રી પર હવામાં ઉડીને કેચ અને બેટ્સમેન જાણી જોઈને રન ચોરી નહીં શકે: MCC ના નવા નિયમો

છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો પણ રમત ચાલુ રહેશે :હવે ક્રિકેટમાં મેચ જીતી ગયા પછી પણ પરિણામ બદલાઈ શકે છે? MCC એ ક્રિકેટના કાયદાઓમાં ઐતિહાસિક ફેરફાર કર્યા: 73 જેટલા નવા નિયમો જે મેચ જોવાની મજા બદલી નાખશે: જાણો શું છે આ નવા કાયદા?

ક્રિકેટની રમત હવે વધુ રોમાંચક અને ટેકનિકલ બનવા જઈ રહી છે. ક્રિકેટના નિયમો બનાવતી સર્વોચ્ચ સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા 2017 કોડ લોજ અંતર્ગત નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં 

નવા નિયમો મુજબ, હવે ટેસ્ટ મેચના કોઈ સેશન કે દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો રમત ત્યાં જ અટકશે નહીં. નવા બેટ્સમેને મેદાન પર આવવું પડશે અને ઓવર પૂરી કરવી પડશે. આ ઉપરાંત, બાઉન્ડ્રી લાઈન પરના કેચમાં મોટો બદલાવ આવ્યો છે. હવે ફિલ્ડર 'બની હોપ' સ્ટાઈલમાં એટલે કે હવામાં કૂદીને કેચ પકડીને બહાર જઈ શકશે નહીં. કેચ પકડ્યા બાદ તેનું લેન્ડિંગ બાઉન્ડ્રીની અંદર જ થવું ફરજિયાત છે. જો શરીરનો કોઈ ભાગ લાઈન બહાર અડકશે તો તે ચોગ્ગો ગણાશે.

 

ડેડ બોલ અંગેના નિયમમાં પણ ફેરફાર છે. હવે બોલને ડેડ જાહેર કરવા માટે તે બોલર કે કીપરના હાથમાં હોવો જરૂરી નથી. જો બોલ ફિલ્ડરના હાથમાં સ્થિર હોય તો પણ અમ્પાયર તેને ડેડ જાહેર કરી શકે છે. જ્યારે ઓવરથ્રોમાં જો ફિલ્ડર રન આઉટ કરવા સ્ટમ્પ પર બોલ મારે અને બોલ દૂર જાય તો જ તે ઓવરથ્રો ગણાશે, સાધારણ મિસફિલ્ડને ઓવરથ્રો ગણવામાં આવશે નહીં.

 

ખેલાડીઓના વર્તન પર લગામ લગાવવા કડક નિયમ બનાવાયો છે. જો મેચ જીત્યા બાદ પણ કોઈ ખેલાડી મેદાન પર ગેરવર્તણૂક કે શિસ્તભંગ કરે, તો અમ્પાયર તેને સજા આપી શકે છે અને પરિણામ પણ બદલી શકાય છે. આ ઉપરાંત, સીનિયર ક્રિકેટમાં હવે લેમિનેટેડ બેટ ના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. વિકેટકીપરના ગ્લોવ્સ બોલ છૂટ્યા બાદ સ્ટમ્પની પાછળ હોવા ફરજિયાત છે. જો બેટ્સમેન જાણીજોઈને શોર્ટ રન દોડે તો તે રન ગણાશે નહીં અને સ્ટ્રાઈક કોણ લેશે તે નિર્ણય ફિલ્ડિંગ કેપ્ટન કરશે.

(9:50 PM IST)