<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ભારત ભવિષ્યમાં ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કરશે : 80% ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર નહીં રહે: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યુ કે જિયો-બ્લોકરૉક માટે અવસર એ છે કે અમે લોકોને બચતની સાથેસાથે તેને કમાણીમાં બદલવાનો વિકલ્પ આપ્યો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ભારતની લોંગ ટર્મ ઈકોનોમિક સંભાવનાઓ પર ભરોસો વ્યક્ત કરતા કહ્યુ છે કે દેશ 8થી 10 ટકા વિકાસદર બનાવી રાખી શકે છે અને ટકાઉપણે ડબલ ડિજિટ ગ્રોથ પણ પ્રાપ્ત કરી શકે છે.

 

મુંબઈમાં જિયો-બ્લેકરૉક ઈવેન્ટ દરમિયાન બ્લેકરૉકના સીઈઓ લેરી ફિંક સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે મને ભારત દુનિયાથી ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ભારતીય ઈકોનોમીનું વૃક્ષ હવે સ્પષ્ટપણે ફેલાઈ રહ્યું છે, તે પણ સ્થિરતા અને ભરપૂર સંભાવનાઓની સાથે. અમારી પોલિસી ટકાઉ રહી છે, પોલિસીમાં કન્ટીન્યૂટી રહી છે અને અમે હંમેશા કન્ઝર્વેટિવ વલણ અપનાવ્યું છે.

ભારતીયોની બચત પર વાત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ છે કે ગત 5થી 6 દાયકામાં ભારતીય સતત બચત કરતા આવ્યા છે, પરંતુ તે બચત એટલી પ્રોડક્ટિવ રહી નથી. જિયો-બ્લોકરૉક માટે અવસર એ છે કે અમે લોકોને બચતની સાથેસાથે તેને કમાણીમાં બદલવાનો વિકલ્પ આપ્યો.

 

એનર્જી સેક્ટરને લઈને તેમણે કહ્યુ છે કે આગામી દશકમાં ભારત પોતાની 80 ટકા એનર્જી આયાત નહીં કરે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે ટેક્નોલોજિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં ભારત દુનિયાથી પાછળ નહીં રહે. મારું માનવું છે કે ભારતની પાસ 4.5 ટ્રિલિયન ડોલરનો અવસર છે અને આગામી 20થી 30 વર્ષમાં ભારત દુનિયાના બાકીના દેશોથી ઝડપથી આગળ વધશે.

 

 જિયો-બ્લેકરૉક, જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ (JFSL) અને દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ બ્લેકરૉકની વચ્ચે 50:50નું જોઈન્ટ વેન્ચર છે. આ પાર્ટનરશિપ પર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે લેરીએ મને કહ્યુકે બ્લેકરૉકનો ઉદેશ્ય માત્ર શોર્ટ-ટર્મ પરિણામો અથવા રોકાણકારો માટે રિટર્ન કમાવવાનો નથી. જો આપણે પહેલા સમાજના સારા ભવિષ્ય માટે આ નાણાંનો ઉપયોગ કરી શકીએ નહીં, તો અમારું કામ અધુરું છે. આ વિચાર રિલાયન્સનો પણ છે.

(10:44 PM IST)