<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સાઉદી અરેબિયામાં કુદરતનો પ્રકોપ: મક્કા-મદીના જેદ્દાહ અને તાઈફ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરાની આગાહી સાથે 'રેડ એલર્ટ'

શરીફમાં ઉમરાહ માટે આવેલા યાત્રાળુઓને સાવચેત રહેવા અને સુરક્ષા કર્મીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું: કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ કરા પડવાનું શરૂ થઈ ગયું

રિયાધ: સાઉદી અરેબિયાના હવામાન વિભાગ (નેશનલ સેન્ટર ફોર મેટિરોલોજી) દ્વારા આગામી ચોવીસ કલાક માટે મક્કા, મદીના, જેદ્દાહ અને તાઈફ સહિત દેશના વિવિધ પ્રાંતોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સ્થાનિક નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, પવિત્ર શહેર મક્કા, મદીના, જેદ્દાહ અને તાઈફમાં ગાજવીજ સાથે વરસાદ અને મોટા કદના કરા પડવાની પ્રબળ શક્યતા છે.

 

 * શાળાઓમાં રજા: ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને જેદ્દાહ અને મક્કાની અનેક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી 'ઓનલાઈન' અભ્યાસ શરૂ કરવાની સૂચના અપાઈ છે.

 

 * વાહનચાલકોને સૂચના: વહીવટીતંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારો અને વહેતા પાણીના પ્રવાહ (વાદી) થી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. ધૂળની ડમરીઓ અને તેજ પવનને કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટવાની પણ આશંકા છે.

 

 * યાત્રાળુઓ માટે એલર્ટ: હરમ શરીફમાં ઉમરાહ માટે આવેલા યાત્રાળુઓને સાવચેત રહેવા અને સુરક્ષા કર્મીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. ડિજિટલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ કરા પડવાનું શરૂ થઈ ગયું હોવાનું દેખાય છે.

(10:06 PM IST)