<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ક્રિકેટ જગતમાં ભૂકંપ: પાકિસ્તાને ભારતમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપનો સત્તાવાર સંપૂર્ણ બહિષ્કાર કર્યો

આઈસીસીની ચિંતા વધી: બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ

ઈસ્લામાબાદ/દુબઈ: છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે વિસ્ફોટ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેમની ટીમ ભારતમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભાગ લેવા માટે ભારત પ્રવાસ નહીં ખેડે. પાકિસ્તાન સરકાર તરફથી મંજૂરી ન મળવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

 

 * તણાવનું કારણ: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાને આ વળતો પ્રહાર કર્યો છે. 'એક્સ' પર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ મુજબ, પાકિસ્તાને આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ને પત્ર લખીને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.

 

 * હાઈબ્રિડ મોડલનો અસ્વીકાર: અગાઉ એવી ચર્ચા હતી કે પાકિસ્તાનની મેચો શ્રીલંકા કે દુબઈમાં યોજવામાં આવે (હાઈબ્રિડ મોડલ), પરંતુ પાકિસ્તાને હવે સંપૂર્ણ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

 

 * આઈસીસી પર દબાણ: પાકિસ્તાનના આ નિર્ણયથી બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. જો પાકિસ્તાન નહીં રમે, તો ભારત-પાકિસ્તાન જેવી હાઈ-વોલ્ટેજ મેચ રદ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આઈસીસી આ મામલે પાકિસ્તાન પર કોઈ પ્રતિબંધ લાદે છે કે મધ્યસ્થી કરીને ઉકેલ લાવે છે.

(10:08 PM IST)