News of Thursday, 5th February 2026
અમિતભાઈના હસ્તે 'ભારત ટેક્સી' લોન્ચ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ભારતનું પ્રથમ સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ 'ભારત ટેક્સી' આજે લોન્ચ થયું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે નવી દિલ્હીમાં દેશની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા 'ભારત ટેક્સી' નું વિધિવત લોન્ચિંગ.
ડ્રાઈવર-કેન્દ્રીય મોડેલ: આ પ્લેટફોર્મ ઝીરો-કમિશન અને સર્જ-ફ્રી પ્રાઇસિંગ (ભાડામાં અચાનક વધારો નહીં) પર કામ કરશે, જેનાથી ડ્રાઈવરોને તેમની કમાણીનો સીધો લાભ મળશે.
વિસ્તરણ: પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી ૨ વર્ષમાં આ સેવાને દેશના તમામ રાજ્યો અને શહેરોમાં વિસ્તારવાનું લક્ષ્ય છે.
ડિજિટલ પ્રગતિ: અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ ડ્રાઈવરો આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે અને ૧ લાખથી વધુ વપરાશકર્તાઓ નોંધાયા છે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ માટે 'બાઈક દીદી' પહેલ હેઠળ ૧૫૦ થી વધુ મહિલા ડ્રાઈવરો પણ જોડાયા છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
