<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

UAEથી સોનું લાવતા લોકોને મોજ પડી ગઈ! નવા નિયમથી થશે ફાયદો

ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઘડિયાળ અને કપડાં સસ્‍તા મળે છેઃ હવે આવા સામાન ભારત લાવતાં ટેક્‍સની ચિતા ઓછી થશે : હવે એરપોર્ટ કે સમુદ્રી માર્ગે આવતા મુસાફરો રૂા.૭૫,૦૦૦ સુધીનો સામાન ટેક્‍સ વગર લાવી શકે છે

નવી દિલ્‍હીઃ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્‍ટમ્‍સ બેગેજ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ૨ ફેબ્રુઆરી ૨૦૨૬થી નવા Baggage Rules, ૨૦૨૬ અને Customs Baggage Regulations, ૨૦૨૬ લાગુ થઈ ગયા છે. આ નિયમો ખાસ કરીને UAEથી ભારત આવતા મુસાફરો, NRI અને ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત લાવશે. ચાલો જાણીએ કે, આ નવા નિયમોમાં શું બદલાવ આવ્‍યા છે.

Duty Free લિમિટ હવે રૂા.૭૫,૦૦૦- સરકારે કસ્‍ટમ ડ્‍યુટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા વધારી છે. હવે એરપોર્ટ કે સમુદ્રી માર્ગે આવતા મુસાફરો રૂા.૭૫,૦૦૦ સુધીનો સામાન ટેક્‍સ વગર લાવી શકે છે. અગાઉ આ મર્યાદા રૂા.૫૦,૦૦૦ હતી. આ સુવિધા ભારતીય નાગરિકો, NRI, ભારતીય મૂળના લોકો અને માન્‍ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા રૂા.૨૫,૦૦૦ રાખવામાં આવી છે.

UAEથી આવતા મુસાફરો માટે આ બદલાવ ખાસ છે, કારણ કે ત્‍યાં ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઘડિયાળ અને કપડાં સસ્‍તા મળે છે. હવે આવા સામાન ભારત લાવતાં ટેક્‍સની ચિતા ઓછી થશે.

Gold Jewellary માટે નિયમ સરળ- (હવે માત્ર વજનની મર્યાદા) સોનાના દાગીનાં માટે પણ મોટો ફેરફાર થયો છે. હવે સોનાના દાગીનાં પર કિમતની મર્યાદા હટાવી દેવામાં આવી છે, માત્ર વજનની મર્યાદા રહેશે.

 મહિલાઓ માટે ૪૦ ગ્રામ સુધી  પુરુષો માટે ૨૦ ગ્રામ સુધી. માત્ર આટલા જ સોનાના દાગીનાં લાવી શકાશે, પણ શરત એ છે કે, મુસાફર એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતો હોય. અગાઉ વજન સાથે કિમતની મર્યાદા પણ હતી, જેના કારણે ઘણીવાર મુશ્‍કેલી પડતી હતી.

લેપટોપ અને ડિજિટલ ડિક્‍લેરેશનની સુવિધા- ૧૮ વર્ષથી વધુ ઉંમરના મુસાફરોને એક લેપટોપ સંપૂર્ણપણે ડ્‍યુટી-ફ્રી મળશે, જે રૂા.૭૫,૦૦૦ની લિમિટથી અલગ ગણાશે. ઉપરાંત, હવે મુસાફરો મુસાફરી પહેલાં ડિજિટલ બેગેજ ડિક્‍લેરેશન કરી શકે છે, જેથી એરપોર્ટ પર કસ્‍ટમ ક્‍લિયરન્‍સ ઝડપથી થઈ શકે.

મુસાફરો માટે જરૂરી સલાહ- મુસાફરી પહેલાં ડ્‍યુટી-ફ્રી મર્યાદા અને સોનાના નિયમો ધ્‍યાનમાં રાખીને જ સામાન પેક કરો. જ્‍યારે દારૂ, તમાકુ અને વ્‍યાવસાયિક સામાન માટે જૂના નિયમો જ લાગુ રહેશે. કુલ મળીને, નવા બેગેજ નિયમો ભારત આવતા શ્‍ખ્‍ચ્‍ના મુસાફરો માટે રાહત લાવશે અને એરપોર્ટ પરની મુશ્‍કેલી ઓછી કરશે.

(10:02 AM IST)