News of Thursday, 5th February 2026
ઇઝરાયલની મોટી સ્ટ્રાઈકઃ હમાસ-ગાઝા બ્રિગેડના બે મુખ્ય કમાન્ડરોને મારી નાખ્યા
ઇઝરાયલે સિઝફાયર ઉલ્લંઘન પછી કરેલી કાર્યવાહીમાં IDA અને ISAના અલ-હબીલ સેલને નિશાન બનાવ્યું છે

તેલઅવીવ તા.૫: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ઇઝરાયલ સિક્યુરિટી એજન્સી (ISA)એ સંયુક્ત લશ્કરી કાર્યવાહી દરમિયાન હમાસના કમાન્ડર મોહમ્મદ ઇસમ હસન અલ-હબિલ અને ઇસ્લામિક જેહાદના વરિષ્ઠ નેતા અલી રાજિયાનાને મારી નાખ્યાનો દાવો કર્યો છે. IDFએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કાર્યવાહીની માહિતી જાહેર કરી છે.
IDF અનુસાર મોહમ્મદ અલ-હબિલ હમાસના એક સક્રિય આતંકવાદી સેલનો વડા હતો. તેના પર ઇઝરાયલી આર્મી ઓબ્ઝર્વર કોર્પોરલ નોઆ માર્સિઆનોની કેદ દરમિયાન નિર્દયતાથી હત્યા કરવાનો ગંભીર આરોપ હતો. ૭ ઓક્ટોબરના હુમલા દરમિયાન નોઆ માર્સિઆનોને નાહલ ઓઝ ચેકપોઇન્ટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ કેદમાં તેની હત્યાના સમાચારથી ઇઝરાયલમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ અલી રાજિયાના ઇસ્લામિક જેહાદના ઉત્તર ગાઝા બ્રિગેડના મુખ્ય કમાન્ડર તરીકે કામગીરી સંભાળતો હતો. IDFના જણાવ્યા મુજબ તે માત્ર આતંકવાદીઓની તૈનાતી અને સુરક્ષા યોજનાઓ માટે જ નહીં. પરંતુ યુદ્ધ દરમિયાન ઉત્તર ગાઝામાં બંધકોને અટકાવી રાખવાની દેખરેખ માટે પણ જવાબદાર હતો.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું કે આ હવાઈ હુમલો યુદ્ધવિરામના ખુલ્લેઆમ ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવ્યો હતો. IDF અનુસાર આ કાર્યવાહીનો હેતુ એવા આતંકવાદીઓને નિશાન બનાવવાનો હતો. જેઓ ઇઝરાયલ રાજ્ય અને તેના નાગરિકો સામે ગંભીર હુમલાઓમાં સીધા સંડોવાયેલા હતા.
સોશિયલ મીડિયા પર IDFએ આ કમાન્ડરોની પુષ્ટિ કરતા કહ્યું કે આ પગલાથી માર્સિઆનો પરિવારને ન્યાય મળ્યો છે. ઇઝરાયલે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેના નાગરિકો અને સૈનિકો સામે હિસા કરનારાઓને કોઈ પણ હાલતમાં છોડવામાં આવશે નહીં.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
