News of Thursday, 5th February 2026
મમતા સરકારને સુપ્રીમની લપડાકઃ ૨૦ લાખ કર્મચારીઓને મળશે બાકી DA
૬ માર્ચ સુધીમાં ૨૫% રકમ ચૂકવવા કડક આદેશઃ રાજ્ય સરકારની તિજોરી પર અંદાજે રૂ.૪૩,૦૦૦ કરોડનો અધધ બોજ પડશે

નવી દિલ્હી, તા.૫: પヘમિ બંગાળના સરકારી કર્મચારીઓ માટે આ વર્ષની હોળી સાચા અર્થમાં ખુશીઓના રંગો લઈને આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત આણતા સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને જોરદાર આંચકો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું એ કોઈ દાન નથી, પરંતુ કર્મચારીઓનો કાયદેસરનો હક છે. અદાલતે આદેશ આપ્યો છે કે રાજ્યના લગભગ ૨૦ લાખ કર્મચારીઓને વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૯ સુધીનું બાકી રહેલું DA કોઈપણ વિલંબ વગર ચૂકવવું પડશે. આ ચુકાદાથી રાજ્ય સરકારની તિજોરી પર મોટો બોજ પડશે, પરંતુ વર્ષોથી રાહ જોતા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલે પોતાના ચુકાદામાં મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું કે, મોંઘવારી ભથ્થું ચલ છે અને તે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મુજબ જ હોવું જોઈએ. કોર્ટે અગાઉના વચગાળાના આદેશને જાળવી રાખતા નિર્દેશ આપ્યો છે કે કુલ બાકી રકમના ૨૫્રુ હિસ્સો આગામી ૬ માર્ચ સુધીમાં, એટલે કે હોળીના તહેવારની આસપાસ ચૂકવી દેવો પડશે. બાકીના ૭૫% નાણાં હપ્તાવાર કેવી રીતે ચૂકવવા તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જે સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખશે.
આ કાનૂની વિજય પાછળ રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે, કારણ કે ભાજપના નેતા અને વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ લડાઈમાં કર્મચારીઓને આપેલી સહાય અને તેમની પહેલને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
મમતા સરકાર વારંવાર આર્થિક મર્યાદાઓનું બહાનું કાઢીને DA ચૂકવવામાં આનાકાની કરી રહી હતી, પરંતુ કોર્ટે રકમના વિતરણ માટે ROPA નિયમોનું પાલન કરવાનું કડક વલણ અપનાવ્યું છે. હવે જ્યારે હોળી પહેલા પૈસા આવવાની તૈયારી છે, ત્યારે બંગાળના સરકારી આલમમાં ઉજવણીનો માહોલ છે અને આ નિર્ણયને મમતા સરકાર માટે મોટા વહીવટી અને રાજકીય પરાજય તરીકે જોવામાં આવી રહ્યો છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
