News of Thursday, 5th February 2026
HAL ના શેરમાં ‘મેગા કડાકો’: ₹15,000 કરોડનો પ્રોજેક્ટ હાથમાંથી જતા રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા!
AMCA ફાઈટર જેટના ઓર્ડર મામલે ખાનગી કંપનીઓ મારી ગઈ બાજી: HAL નો શેર એક જ દિવસમાં ₹250 થી વધુ તૂટ્યો, જાણો હવે કોણ બનાવશે દેશના અત્યાધુનિક વિમાન

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં સંરક્ષણ ક્ષેત્રના સુપરસ્ટાર ગણાતા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના શેર આજે પત્તાની મહેલની જેમ તૂટી પડ્યા છે. વાયુસેના માટે પાંચમી પેઢીના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) બનાવવાનો ₹૧૫,૦૦૦ કરોડનો મંગી ઓર્ડર HAL ના હાથમાંથી સરકીને ખાનગી કંપનીઓ પાસે જઈ રહ્યો હોવાના અહેવાલોએ બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ પ્રતિ શેર ₹૨૫૦ થી ₹૨૬૫ સુધીનું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.
બુધવારે NSE પર શેર ૬% ઘટ્યા બાદ આજે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. શેર ₹૪,૧૨૧ પર ખુલીને સીધો ₹૩,૯૫૨ ની સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રમાં જ HAL ના શેરમાં ૧૩% થી વધુનું ધોવાણ થઈ ચૂક્યું છે, જે રોકાણકારો માટે આંચકા સમાન છે.
અત્યાર સુધી ફાઈટર જેટ બનાવવામાં જેનો એકાધિકાર હતો તે HAL હવે પાછળ રહી ગયું છે. મીડિયા અહેવાલો મુજબ, હવે ટાટા ગ્રુપ, ભારત ફોર્જ (કલ્યાણી ગ્રુપ), BEML અને ડેટા પેટર્ન્સ જેવી ખાનગી કંપનીઓ AMCA પ્રોજેક્ટ માટે મેદાનમાં છે. સરકાર સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ભાગીદારી વધારવા માંગતી હોવાથી આ મોટો નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.
કંપનીનો બચાવ: "અમારી ઓર્ડર બુક હજુ મજબૂત છે": શેરબજારમાં થયેલા આ ધોવાણ વચ્ચે HAL એ સ્પષ્ટતા કરી છે કે તેમને AMCA પ્રોજેક્ટમાંથી બાકાત રાખવા અંગે કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી. કંપનીએ રોકાણકારોને શાંત પાડતા કહ્યું કે તેમની પાસે ૨૦૩૨ સુધી ચાલે તેટલા ઓર્ડર પહેલેથી જ છે. LCA Mk1A ના પાંચ વિમાન ડિલિવરી માટે તૈયાર છે અને અન્ય વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પણ ટ્રેક પર છે. જોકે, બજાર અત્યારે માત્ર 'નવા ઓર્ડર' ગુમાવવાની ચિંતામાં વેચવાલી કરી રહ્યું છે.
આજના મોટા આંકડા:
• શેરમાં ઘટાડો: ₹૨૬૫ પ્રતિ શેર (આશરે ૬.૨૬%).
• ૫ દિવસનું ધોવાણ: ૧૩% થી વધુ.
• નવા દાવેદાર: ટાટા ગ્રુપ અને ભારત ફોર્જ.
• ભવિષ્ય: HAL હવે સિવિલ એવિએશન અને હેલિકોપ્ટર પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન આપશે.
શેરબજારના જોખમોને ધ્યાનમાં રાખીને કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
