<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અજમેરની દોડવીર સુફિયા સુફીની અકલ્પનીય સિદ્ધી :દોડવીર બનવા મહત્વપૂર્ણ નોકરી છોડી :હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

સુફિયા સુફીએ હિમાચલ પ્રદેશના મનાલીથી લેહ સુધીની 430 કિલોમીટરની દોડ પૂર્ણ કરી

રાજસ્થાનના અજમેરની રહેવાસી 40 વર્ષિય દોડવીર સુફિયા સુફીએ અકલ્પનીય લાગતી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેણીએ 98 કલાક અને 27 મિનિટમાં 430 કિલોમીટર દોડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા જ, સુફિયા સુફીએ હિમાચલ પ્રદેશના મનાલીથી લેહ સુધીની 430 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. જે અંગે 2 ફેબ્રુઆરીના રોજ, સુફિયાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળ્યો હતો 

અગાઉ સુફિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેણીએ 31 ઓગસ્ટ, 2023 ના રોજ મનાલીથી લેહ સુધીના ઊંચા અને ખતરનાક પર્વતીય માર્ગો પાર કરીને દોડ પૂર્ણ કરી હતી. ચઢાણ ઘણા મીટર ઊંચું હતું, જેના કારણે નીચે જોતી વખતે તેણી ગભરાઈ જતી હતી. નોંધનીય છે કે, સુફિયાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પહેલા ઘણા પુરસ્કારો જીત્યા છે. 2021 માં, તેણીએ 156 કલાક દોડીને રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, તેનો રેકોર્ડ બીજી દોડવીર પ્રીતિ દ્વારા તોડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણીએ એવો રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું જે કોઈ તોડી શકશે નહીં. 

સુફિયા સુફીનો જન્મ 1 ઓગસ્ટ, 1985 ના રોજ અજમેરના વૈશાલી નગરમાં થયો હતો. તેણીએ અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. ત્યારબાદ તેણીએ 2008 માં દિલ્હીમાં ઉડ્ડયન અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 2009 માં, તેણીને દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઓફિસર તરીકે નોકરી મળી હતી. જોકે, 2019 માં તેણીએ દોડવા અને પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે નોકરી છોડી દીધી હતી.

(10:56 PM IST)